12 વર્ષની નિહારિકાએ પોતે ભેગા કરેલા ૪૮ હજાર રૂપિયા માંથી પ્રવાસી મજૂરોને વિમાન દ્વારા તેમના વતને પહોંચાડ્યા

By | June 4, 2020

નોઈડા ની રહેવાવાળી ૧૨ વરસની નિહારિકા દ્વિવેદીએ ૪૮ હજાર રૂપિયાની મદદ કરી ને ઝારખંડી મજૂરોને ફ્લાઇટ દ્વારા તેમના ઘરે મોકલ્યા. સાતમા ધોરણમાં ભણતી આ છોકરીની મદદની ખબર મુખ્યમંત્રી હેમંત સોરેન સુધી પહોંચતા તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આવડી નાની ઉંમરમાં સંવેદનશીલ નિહારિકા બેટીને આભાર. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારી હાર્દિક શુભકામનાઓ.

નિહારિકા ૪૮ હજાર રૂપિયા પોતાની પીગી બેંક માં બચાવીને રાખ્યા હતા. નિહારિકા એ જણાવ્યું કે સમાજે આપણને ઘણું બધું આપ્યું છે એવામાં આપણી પણ જવાબદારી બને છે કે સંકટની ઘડીમાં આપણે સમાજને કંઈક પરત કરીએ. તેમણે જણાવ્યું કે જે ત્રણ પ્રવાસી મજૂરોની તેણે મદદ કરી તેમાંથી એક કેન્સરનો દર્દી હતો.

નિહારિકાના કહેવા મુજબ તેણે પાછલા બે વર્ષથી પોતાના ગલ્લામાં 48,530 રૂપિયા ભેગા કર્યા હતા. ન્યૂઝ ચેનલ ઉપર મજુરોના સંઘર્ષની કહાની જોઈને તેમને લાગ્યું કે તેણે પોતે પણ મજૂરોને ઘરે પહોંચાડવા માટે મદદ કરવી જોઈએ.મજૂરોએ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આપણી પણ ફરજ છે કે તેમની મદદ કરીએ. મેં 48,530 રૂપિયા પોકેટ મની ભેગી કરી હતી, જે ત્રણ પ્રવાસી મજૂરોની મદદ કરવા ખર્ચ કરી દીધી.

નિહારિકા ની માતા સુરભી દ્વિવેદી એ જણાવ્યું કે અમે જોતા કે જ્યારે પણ નિહારિકા મજૂરો વિશે સાંભળતી ત્યારે તે દુઃખી થઈ જતી. એક દિવસ તેણે એક વિમાન જોયું અને અમને પૂછ્યું કે શું આપણે ઉડાડીને મજૂરોને તેમના ઘરે મોકલી શકીએ? તેણે અમને પોતાનો ગલ્લો આપ્યો અને કહ્યું કે હું મજૂરોની મદદ કરવા ઇચ્છું છું અને અમે પોતાની બાર વરસની દીકરી ની આ વાત સાંભળીને ગર્વ અને ખુશી થઇ.

ત્યારબાદ અમે પોતાના મિત્રોને ત્રણ પ્રવાસીઓ વિશે પૂછપરછ કરી અને જે પોતાના ઘરે પરત જવા ઈચ્છતા હતા તેમના વિશે તપાસ કરવાનું શરૂ કર્યું. આ દરમ્યાન અમને ત્રણ મજૂરો વિશે જાણકારી મળી જેમાંથી એક કેન્સરનો દર્દી હતો. પછી અમે નિહારિકાના ગલ્લા માંથી પૈસા કાઢી અને વિમાની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને ઘરે મોકલી દીધા.

આ અગાઉ પણ નેશનલ લો સ્કૂલ બેંગ્લોરના વિદ્યાર્થીઓએ બે વખત મુંબઇમાં ફસાયેલા 360 પ્રવાસી મજૂરોને ઝારખંડ પહોંચવામાં મદદ કરી. વિદ્યાર્થીઓએ રૂપિયા ભેગા કરીને lockdown ફસાયેલા પ્રવાસીઓને વિમાન દ્વારા રાંચી પહોંચવામાં મદદ કરી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી એક ફ્લાઇટ 180 પ્રવાસીઓને લઈને 28 મે જ્યારે બીજી ફ્લાઇટ 180 પ્રવાસીઓને લઈને ૩૧ મે રાંચી ના મુંડા એરપોર્ટ પર પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *