પીએમ કેયર્સ ફંડ (PM CARES Fund)માં માત્ર કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં, પરંતુ ઓછામાં ઓછી 7 પબ્લિક સેક્ટર બેંકો સહિત 7 અન્ય મુખ્ય નાણાંકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ મળીને 204.75 કરોડ રૂપિયા એકત્ર કર્યાં છે.
આટલી મોટી રકમ આ તમામ સંસ્થાઓએ પોતાના સ્ટાફનો પગાર કાપીને આ ફંડ સુધી પહોંચાડવામાં આવી છે. ધી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલ RTIની તપાસ દરમિયાન આ તમામ બાબતો સામે આવી છે.
રેકોર્ડ્સ અનુસાર, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (LIC), જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (GIC) અને નેશનલ હાઉસિંગ બેંક દ્વારા પણ લગભગ 144.5 કરોડ રૂપિયાની આસપાસની રકમ આ ફંડમાં આપવામાં આવી છે. આ રૂપિયા તેમણે પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફાળવણી સહિત અન્ય જોગવાઈ અંતર્ગત કરી છે.
એવામાં “ધી ઈન્ડિયન એક્સપ્રેસ”ની RTIનો જવાબ આપનારી 15 સરકારી બેંકો અને સંસ્થાઓ દ્વારા ફંડમાં કુલ સહાયતાની આ રકમ 349.25 કરોડ રૂપિયા થઈ જાય છે.
RTIનો રિપ્લાય આપનાર પબ્લિક સેક્ટર બેંકો અને સંસ્થાઓની લિસ્ટમાં PM CARESને સૌથી વધુ રકમ એકલા LIC તરફથી આપવામાં આવ્યા છે. જે આંકડો 113.63 કરોડ રૂપિયા છે.
જો કે આ રકમ વિવિધ તબક્કા અંતર્ગત આપવામાં આવી છે. જેમાં 8.64 કરોડ રૂપિયા સ્ટાફના પગારમાંથી, 100 કરોડ રૂપિયા કોર્પોરેટ કૉમ્યુનિકેશન અંતર્ગત અને 5 કરોડ રૂપિયા ગોલ્ડન જ્યૂબીલી ફાઉન્ડેશન અંતર્ગત આપવામાં આવ્યા છે.
રેકોર્ડ્સ દર્શાવે છે કે, LICએ 100 કરોડ રૂપિયાની રકમ 31 માર્ચે જ આપી હતી. જ્યારે 5 કરોડ રૂપિયાનું ડૉનેશન પણ માર્ચમાં જ કર્યું હતુ. જો કે તે કંઈ તારીખે કરવામાં આવ્યું? તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
7 પબ્લિક સેક્ટર બેંકો દ્વારા PM Cares ફંડને મોકલવામાં આવેલી રકમમાં સૌથી વધુ સ્ટેટ બેંક (SBI)ની છે. RTIના જવાબમાં જણાવાયું છે કે, પહેલી વખત 100 કરોડ રૂપિયા 31 માર્ચે પહોંચાડવામાં આવ્યા હતા. દેશની સૌથી મોટી બેંકે એ પણ જણાવ્યું કે, આ તમામ સહયોગ રકમ તેમના કર્મચારીઓના પગારમાંથી ચૂકવવામાં આવી હતી. જ્યારે RBIએ કહ્યું કે, 7.34 કરોડ રૂપિયા તેના કર્મચારીઓ તરફથી સહયોગમાં આપવામાં આવ્યા હતા.
જાણો કઈ કંપનીએ કેટલા રૂપિયા દાન કર્યા :-
- કેનેરા બેન્કે તેના 15.53 કરોડ રૂપિયા “ફાળવેલી કુલ રકમ” હોવાનું જણાવવા સિવાય કોઈ વિગતો આપી નથી.
- યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (રૂ. 14.81 કરોડ): કર્મચારીઓની એક દિવસીય વિશેષાધિકારી રજાની રકમ દાન કરી.
- સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (રૂ. 11.89 કરોડ): કર્મચારીઓના બે દિવસીય વિશેષાધિકાર રજાની રકમ દાન કરી.
- બેંક ઓફ મહારાષ્ટ્ર (રૂ. Crore કરોડ): કર્મચારીઓનો એક દિવસનો પગાર અને બે દિવસની રજા એન્કેશમેન્ટ.
- એસઆઈડીબીઆઈ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, (રૂ. 80 લાખ): કર્મચારીઓના પગારમાંથી સ્વૈચ્છિક યોગદાન.
- જીઆઈસી (રૂ. 14.51 લાખ): કર્મચારીઓનો “એક દિવસીય પગાર”.
- આઈઆરડીએઆઈ, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ, (રૂ. 16.08 લાખ): કર્મચારીઓ દ્વારા “સ્વૈચ્છિક યોગદાન”.
- નાબાર્ડ, કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે રાષ્ટ્રીય બેંક, (રૂ. 9.04 કરોડ): “કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ” નો પગાર.
- નેશનલ હાઉસિંગ બેંક (રૂ. 3.82 લાખ): “કર્મચારીનું યોગદાન”.
આરટીઆઈ ક્વેરીઝ ઓગસ્ટમાં મોકલવામાં આવી હતી અને આ મહિનામાં પ્રતિસાદ મળ્યો હતો. સરકારની સંપૂર્ણ માલિકીની એક્ઝિમ બેંકે આરટીઆઈ વિનંતી હેઠળ કોઈ વિગત પૂરી પાડી નથી, પરંતુ તેના વર્ષ 2019-20 ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે તેણે ભંડોળમાં 1 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.
જણાવી દઈએ કે, PM CARES ફંડની રચના કોરોના વાઈરસના સંકટને ધ્યાનમાં રાખીને આ વર્ષે 28 માર્ચે કરવામાં આવ્યું હતું. 31 માર્ચ સુધી આ ફંડમાં 3,076.62 કરોડ રૂપિયા આવી ગયા હતા. જે PM CARES ફંડની સત્તાવાર વેબસાઈટ મુજબ, વૉલેન્ટીયરી કંટ્રીબ્યૂશન્સ હતું.
PMO આ ફંડનું મેનેજમેન્ટ જોવે છે. જે પહેલા વિવિધ ઠેકાણેથી મળેલી સહાયતા રકમની વિગતો આપવાનો ઈન્કાર કરી ચૂક્યું છે. આ અંગે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે, PM CARES ફંડ RTI અંતર્ગત માહિતી આપવા બંધાયેલ નથી.