લાલ કિલ્લા પરથી PM મોદીનું એલાન : ભારતમાં એક-બે નહિ પણ આટલી કોરોના વેક્સિન પર કામ ચાલુ

By | August 15, 2020

આજે દેશના 74મા સ્વતંત્રતા દિવસના પર્વ પર લાલ કિલ્લા પરથી પોતાના ભાસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની અસરનો પણ ઉલ્લેખ કર્યો. આજે ભાસણ દરમિયાન તેમણે દર વર્ષે અહીં દેખાતા બાળકોના ચહેરાને યાદ કર્યા હતા. પરંતુ ત્યારબાદ તેમણે આશ્વાસન આપ્યું કે કોરોના રસીની તૈયારી એકદમ ઝડપથી થઇ રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી દેખાડતા જ તેનું ઉત્પાદન શરૂ કરી દેવાશે.

સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “આપણા વૈજ્ઞાનિકો રસી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભારતમાં ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગના અલગ-અલગ તબક્કામાં છે. વૈજ્ઞાનિકો તરફથી જ્યારે લીલીઝંડી મળ્યા બાદ ઝડપથી ઉત્પાદનની સાથે દરેક ભારતીય સુધી ઓછામાં ઓછા સમયમાં વેક્સિન કેવી રીતે પહોંચાડાય તેની પણ રૂપરેખા તૈયાર છે.”

કોરોના વોરિયર્સની કામગીરીના કર્યા વખાણ
તેમણે કોરોના વોરિયર્સના વખાણ કરતાં કહ્યું કે, “કોરોનાના અસાધારણ સમયમાં, સેવા પરમો ધર્મ:ની ભાવના સાથે પોતાના જીવનની પરવાહ કર્યા વગર આપણા ડૉકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારી, સફાઇ કર્મચારી, પોલીસકર્મી, સેવાકર્મી, અનેકો લોકો, ચોવીસ કલાક સતત કામ કરી રહ્યા છે.”

કોરોનાની આપદાને અવસરમાં ફેરવી
શરૂઆતમાં આપણા દેશમાં કોરોના ટેસ્ટિંગ માટે માત્ર એક જ લેબ હતી. આજે દેશમાં 1400થી વધુ લેબ છે. આપદાને અવસરમાં બદલવાની આપણી વિચારધારાના ક્રમમાં પીએમ મોદીએ એલાન કર્યું કે આજથી દેશમાં એક બહુ મોટા અભિયાનની શરૂઆત થવા જઇ રહી છે. જેનું નામ ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’ છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, ભારતના હેલ્થ સેકટરમાં નવી ક્રાંતિ લાવશે. તમારા દરેક સ્ટેટ, દરેક બીમારી, તમને કયા ડૉકટરે કંઇ દવા આપી, કયારે આવી, તમારા રિપોર્ટસ શું હતા, આ તમામ માહિતી એક જ હેલ્થ આઇડીમાં સમાવિષ્ટ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *