કોરોનાથી સ્વસ્થ થયેલા 90% દર્દીઓના ફેફસા ખરાબ, માનસિક રોગના પણ બન્યા શિકાર

By | August 7, 2020

કોરોનાથી અત્યાર સુધીમાં ફક્ત ભારતમાં જ 20 લાખ લોકો સંક્રમિત થયાં છે. પરંતુ તેની સાથે જે નવી ખબર આવી છે તે વધુ ભયભીત કરનારી છે. મિડીયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોનાથી સંક્રમિત થઈને સ્વસ્થ થયેલામાંથી મોટાભાગના લોકોના ફેફસા ડેમેજ થઈ ચુક્યાં છે. એટલે કે તે સ્વસ્થ તો થઈ ગયા પરંતુ તેના ફેફસાને નુકશાન પહોંચ્યું છે. ચીનના વુહાન શહેરમાં આની અક્ષર જોવા મળી રહી છે.

આ સાથે જ મિડીયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયેલા લોકો માંથી પાંચ ટકા લોકોને ફરીથી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.

ચીનના ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર વુહાન યુનિવર્સિટીના ઝોંગનાન હોસ્પિટલના ડોક્ટર પેંગ ઝિયોંગ એપ્રિલ મહિનામાં ડિસ્ચાર્જ થઈને ઘરે ગયેલા ત્યારે આશરે 100 દર્દીઓને વારંવાર જઈને મળ્યાં હતા. તેના લક્ષણોને ઓબઝર્વ કરી રહ્યાં હતા અને સંબંધિત આંકડા એકઠા કરી રહ્યાં હતાં.

આ રિસર્ચમાં સામે આવ્યું છે કે આશરે 90 ટકા દર્દીના ફેફસામાં નુકસાન થયું છે. એટલે કે ફેફસા કોરોના પહેલા જેવા હતા તેવા રહ્યાં ન હતાં. તેની સાથે જ ડિસ્ચાર્જ થયા બાદ ત્રણ મહિના પછી આ દર્દીઓને શ્વાસ લેવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરવો પડે છે.

વુહાનના ડોક્ટરોએ દર્દીઓ ઉપર એક રિસર્ચ કરી હતી. દર્દીઓને ચલાવીને જોયું કે તે 6 મિનીટમાં કેટલા દુર સુધી ચાલી શકે છે. તે 6 મિનીટમાં 400 મીટર જ ચાલી શક્યાં જ્યારે સ્વસ્થ લોકો 6 મિનીટમાં 500 મીટર ચાલી રહ્યાં હતાં. કેટલાક દર્દીઓને દાવો કર્યો હતો કે, કોરોનાથી સ્વસ્થ થયા બાદ તે ડિપ્રેશનમાં સરી પડ્યાં છે. તેણે કહ્યું કે કોરોનાથી સ્વસ્થ થઈ ગયાં, પરંતુ ઘરના લોકો તેમની સાથે બેસીને જમવાથી પણ ડરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *