ભારતીયો ગર્વથી વાદળી પાસપોર્ટ લઇને જાય છે, પરંતુ ભારતભરમાં કરવામાં આવેલા હેપ્પીનેસ ઈન્ડેક્સ સર્વેક્ષણથી સ્પષ્ટ થયું છે કે 94 ટકા ભારતીયો તક મળ્યા પછી પણ વિદેશમાં સ્થાયી થવા એટલે કે ભારત છોડવા નથી માંગતા. સર્વેક્ષણ કરાયેલા તમામ લોકોમાં 84.3 ટકા લોકોએ ભારત છોડવામાં કોઈ રસ દાખવ્યો ન હતો, જ્યારે 0.3 ટકા લોકોએ ‘જેવી પરિસ્થિતિ’ સાથે પ્રતિક્રિયા આપી હતી. તે જ સમયે, 9.3 ટકા લોકો તેમના જવાબ વિશે સ્પષ્ટ નહોતા. આમાંથી માત્ર 6.1 ટકા લોકોએ કહ્યું કે જો તેઓને તક મળે તો તેઓ ભારત છોડશે.
આશ્ચર્યની વાત એ છે કે ફકત 6.2 ટકા ફ્રેશર (25 વર્ષથી ઓછી) અને 4.2 ટકા યુવા (25-45) ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે જો તેઓને તક મળે તો તેઓ ભારત છોડી દેશે. જ્યારે 60 વર્ષ ટકા અને તેનાથી વધુ ઉંમર ના 9.7 ટકા લોકોએ તક આપવામાં આવે તો દેશ છોડવાની વાત કરી હતી.
બીજી બાજુ, આવક જૂથો ની વાત કરીએ તો, ઉચ્ચ આવક જૂથ વાળા ફકત 3.3 ટકા લોકોએ ભારત છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમજ, ઓછી આવક જૂથના 8.9 ટકા લોકોએ ભારત છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમજ, 8.4 ટકા શહેરી લોકોએ દેશ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને 3.5 ટકા અર્ધ-શહેરી લોકોએ દેશ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. સર્વેમાં, દક્ષિણના લોકોના 13.6 ટકા, પૂર્વના 4.1 ટકા, ઉત્તરના 4.0 ટકા અને પશ્ચિમના 3.7 ટકા લોકોએ તક મળે તો દેશની બહાર જવાનું સ્વીકાર્યું.