કોરોનાથી બચવા આ શખ્સે બનાવડાવ્યું 2.89 લાખનું સોનાનું માસ્ક

By | July 4, 2020

સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે એવામાં સરકારની ગાઇડલાઇન મુજબ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને ખૂબ સારી રીતે ફોલો કરી રહ્યાં છે, એવામાં કેટલાંક લોકો અવનવા માસ્ક બનાવીને અથવા તો ખરીદીને પહેરી રહ્યાં છે. કોરોનાની આ મહામારી વચ્ચે મહારાષ્ટ્રનાં પુણે જિલ્લાનાં પિંપરી-ચિંચવાડમાં એક શખ્સે સોનાનું માસ્ક બનાવ્યું છે. આ માસ્કની કિંમત 2.89 રૂપિયા છે.

માસ્ક કેટલું અસરકારક ?

આ માસ્કને વિશેષ રૂપમાં કોરોના સંક્રમણથી બચવા માટે બનાવવામાં આવ્યું છે. પુણે જિલ્લાનાં પિંપરી-ચિંચવાડનાં રહેવાસી શંકર કુરાડેએ પોતે કોરોના સંક્રમથી બચવા માટે સોનાનું એક માસ્ક તૈયાર કરાવ્યું છે. આ માસ્કની કિંમત 2.89 લાખ રૂપિયા છે. કુરાડેએ જણાવ્યું કે, “આ માસ્કમાં ખૂબ નાના કાણાં છે, જેનાંથી શ્વાસ લેવામાં તકલીફ નથી થતી. તેઓએ એમ પણ કહ્યું કે, હું નથી જાણતો કે આ માસ્ક કોવિડ -19 સામે રક્ષણ આપવામાં અસરકારક છે કે નહીં.”

શંકર કુરાડે સોનું પહેરવાનાં ખૂબ શોખીન છે. તેઓ તેમનાં શરીર પર લગભગ ત્રણ કિલો સોનું પહેરે છે. તેમનાં ગળામાં સોનાની જાડી સાંકળો, તેઓની દસ આંગળીઓમાં સોનાની વીંટી અને કાંડામાં કડા એ જ કહી આપે છે કે તેઓને સોના પ્રત્યે કેટલો પ્રેમ હશે. જેથી તેઓએ પોતાને માટે પાંચ તોલા સોનાનું માસ્ક બનાવ્યું.

મારા પરિવાર માટે પણ બનાવીશ આવા માસ્ક : શંકર કુરાડે

શંકર કુરાડે કહ્યું કે, “મારા પરિવારને સોનાનો ખૂબ શોખ છે. જેથી જો તેઓ પણ આવા માસ્કની માંગણી કરશે તો હું તેમના માટે પણ આવું માસ્ક તૈયાર કરાવીશ. મને એ નથી ખબર કે સોનાનું માસ્ક પહેરીને કોરોનાથી બચી શકાય છે કે નહીં, પરંતુ સામાજિક અંતરનાં તમામ નિયમોનું પાલન કરીને કોરોનાથી જરૂર બચી શકાય.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *