તેલંગણાના દરિપલલી રમૈયા ભારતના tree-man ના નામથી જાણીતા છે. પરંતુ તેમનું tree-man નામ એમ જ નથી રાખવામાં આવ્યું. એની પાછળ ઘણા વર્ષોની મહેનત છે. 80 વર્ષના રમૈયા ભાઈને ઝાડ, છોડ અને હરિયાળીથી એટલો લગાવ છે કે તેમણે પોતાની આખી જિંદગી વૃક્ષોનું સંરક્ષણ કરવામાં લગાવી દીધી. પોતાનું આખું જીવન છોડ લગાવવામાં સમર્પિત કરવા વાળા રમૈયા ભાઈ 1 કરોડ છોડ લગાવી ચૂક્યા છે.

છોડ લગાવવાના તેમના આ પાગલપન ને જોઈને પહેલા બધા તેમને પાગલ કહેતા હતા, પરંતુ જ્યારે આજે ગ્લોબલ વોર્મિંગનો ખતરો સામે આવ્યો તો લોકોએ તેમના કામના વખાણ કર્યા.
જાણો ક્યારથી શરૂ થઈ છોડ લગાવવાની પરંપરા
રમૈયા ભાઈ ના છોડ લગાવવાના આ ઝનૂનથી તેમનું મન ઘણું વિચલિત રહેવા લાગ્યું. ત્યારે રમૈયા ભાઈએ એક નવા અભિયાનની શરૂઆત કરી. તેઓ ધરતી ને હરિ ભરી બનાવવા માંગતા હતા. તેથી તેઓ પોતાના ખિસ્સામાં બીજ અને સાઈકલ પર છોડ રાખીને જિલ્લાનું લાંબુ સફર નક્કી કરે છે અને જ્યાં પણ ખાલી જમીન દેખાય ત્યાં છોડ લગાવે છે. તેમને એકેડેમી ઓફ યુનિવર્સલ ગ્લોબલ પીસ નો પુરસ્કાર દેવામાં આવ્યો છે.

મળ્યો પદ્મશ્રી એવોર્ડ
રમૈયા ભાઈએ પોતાનું આખું જીવન છોડ લગાવવા માં અને તેની દેખરેખ કરવા માં સમર્પિત કરી દીધું. એના પ્રતિ તેમનો ઝનુન જોઈને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ થી તેમને સન્માનિત કર્યા.
તમને જાણીને હેરાની થશે કે રમૈયા ભાઈએ તેમની ત્રણ એકર જમીન એટલાં માટે વેચી દીધી હતી કે તેના રૂપિયામાંથી તેઓ બીજ અને છોડની ખરીદી શકે.