આમ આદમી પાર્ટીના સુરત કાર્યાલય પર સુરત શહેરના પ્રભારી રામ ધડુક પર જીવલેણ હુમલો થયો છે. આ બાબતે આપ ના ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને સમગ્ર ઘટના માટે જવાબદાર ગણાવીને ગંભીર આરોપો લગાવ્યા છે.
આપ ના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ફેસબૂક પોસ્ટ દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ કરી છે. તેમણે ઘાયલ થયેલા રામ ધડુકના ફોટાઓ મૂકીને લખ્યું છે કે, અભણ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ગુંડાઓએ આમ આદમી પાર્ટી સુરત શહેર કાર્યાલય ઉપર આવીને સુરત શહેર પ્રભારી શ્રી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કર્યો.
સાથે જ તેમને આરોપ લગાવ્યો છે કે, અભણ આરોગ્યમંત્રીની નિશ્ફળતા અંગે ફેસબુક ઉપર પોસ્ટ લખવાના કારણે મંત્રીએ ગુંડાઓ મોકલીને જીવલેણ હુમલો કરાવ્યો. આમ આદમીનો વધતું લોકસમર્થન જોઈને ભાજપ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણી ઔકાત ઉપર આવી ગયા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પોસ્ટર બાબતે બોલાચાલી થઇ હતી. આમ આદમી પાર્ટીએ આરોગ્ય મંત્રી ગુમ થયાના પોસ્ટરો લગાવ્યા હતા.
R
મારા દુર્યોધનનો કોઈ વાંક નથી,
દ્રૌપદીએ જ ગાળ આપેલી.
– વરાછાથી ધૃતરાષ્ટ્ર
😀🤗😀
😀🤗😀
હુ આરોગ્ય મંત્રી નો વિરોધ કરૂ છું કાનાણી રાજીનામું આપે
Thank You for Comment ….