હવે આધાર કાર્ડમાં સુધારા કરવાનું કામ બન્યુ સરળ! નજીકની બેન્કમાં જ થઈ જશે તમારુ કામ, અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસ

By | October 10, 2020

ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ (Aadhaar Card) હવે બહુ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતુ ખોલવાનું હોય કે પાસપોર્ટ બનાવવો હોય, આધાર નંબર જરૂરી બન્યો છે. પરંતુ અનેકવાર એવું થાય છે કે, આધાર કાર્ડમાં કેટલીક ભૂલ રહી જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારે પેન્શન, સબસીડી જેવી યોજનાઓને આધાર સાથે લિંક કરી છે. તેથી આધાર કાર્ડમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને યુનિક આઈડેન્ટીફિકેશન ઓફ ઈન્ડિયા (UIDAI)માં આધાર નંબરમાં નામ, ફોન નંબર કે પછી જન્મતિથિમાં ચેન્જિસ કરવા મામલે પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે.

આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જો તમારી પાસે પોસ્ટઓફિસ અથવા આધાર સેવા કેન્દ્રમાં લાઈન લગાવવાનો સમય નથી તો, તમે આ કામ પોતાની બેન્કમાં જઈને પણ કરી શકો છો. યૂનિક આઇડેંતીફિકેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર અપડેટ કરાવવા માટે બેન્કોને પણ અધિકાર આપ્યો છે.

જાણો બેન્કમાં કેવી રીતે કરાવી શકો છો આધાર અપડેટ

સૌ પ્રથમ તમારે જાણ લગાવવી પડશે કે, કોઈ નજીકની બેન્કમાં આધારા અપડેટ કરવાની સુવિધા આપી છે. મહત્તમ બેન્કોએ પોતાની વેબસાઈટ પર તે બ્રાંચની યાદી આપી છે. જ્યાં આધાર કાર્ડ એનરોલમેન્ટ અને અપડેશન સેન્ટર ચાલી રહ્યા છે. આધાર અપડેટ કરવા માટે તમારે બેન્ક જવાનું રહેશે. બેન્કમાં જવા પર તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને પોતાની ઓળખ અને એડ્રેસના પ્રમાણની કોપી આપવાની રહેશે. ત્યારબાદ બેન્ક અધિકારી તમારી માહિતીને આધારમાં અપડેટ કરી દેશે.

ફોટો અપડેટ કરી શકો છો

તમે આધારકાર્ડમાં જન્મતારીખ, નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, બાયોમેટ્રિક ઓળખાણ, ફોટો અપડેટ કરી શકો છો. બેન્કમાં રિલેશનશિપ સ્ટેટસ, ઈમેલ એડ્રેસ, નામ, એડ્રેસ, જન્મતારીખ અથવા વર્ષ, લિંગ અને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.

બેન્ક પાસબુકથી પણ બદલાશે એડ્રેસ

આધારકાર્ડમાં એડ્રેસ બદલવા માટે આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) 44 પ્રકારના ડૉક્યૂમેન્ટને માન્યતા આપે છે. જેમાંથી એક બેન્ક પાસબુક છે. જો તમે આધારકાર્ડમાં એડ્રેસ બદલવા માગો છો તો, બેન્ક પાસબુકથી પણ કામ થઈ જશે. તે માટે બેન્ક પાસબુકમાં તમારી ફોટો અટેચ હોવી જોઈએ અને સ્ટેમ્પ લગાવવાની સાથે બેન્ક અધિકારીની સહી પણ જોવી જોઈએ. ફોટો અને સહી વગર બેન્ક પાસબુક વેલિડ ડૉક્યૂમેન્ટ માનવામાં આવશે નહી.

આ રીતે કરો આધાર કાર્ડ ડાઉલનોડ

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે પ્રથમ તેની સત્તાવાર વેબસાઇટ https://eaadhaar.uidai.gov.in પર જાઓ. એનરોલમેન્ટ આઈડી અથવા આધાર નંબરનો વિકલ્પ પસંદ કરો. જો તમે એનરોલમેન્ટ આઈડી પસંદ કરી છે, તો તમારે આધારની વિગતો ભરવાની રહેશે. ઉદાહરણ તરીકે, 28-અંકનો એનરોલમેન્ટ નંબર અથવા એકનોલેજમેન્ટ નંબર, પિન કોડ, નામ અને કેપ્ચા કોડ દાખલ કરો. જો આધારકાર્ડનો વિકલ્પ પસંદ કર્યો છે, તો 12 અંકનો આધાર નંબર અને અન્ય માહિતી દાખલ કરવી પડશે. આવુ કર્યા બાદ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આધારથી ઓટીપી મળશે. બાદમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા પછી, વેરિફાઇ પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો. આ રીતે તમારું ઇ-આધાર કાર્ડ ડાઉનલોડ કરવામાં આવશે.

આવી રીતે બદલો જન્મતારીખ

આધાર કાર્ડ (Aadhaar Card) માં સૌથી વધુ ભૂલ જન્મ તારીખ (Date Of Birth)માં જોવા મળે છે. જો તમારી જન્મતિથિમાં કોઈ પણ ભૂલ છે, તો તમે તેને આધાર કેન્દ્ર પર જઈને સુધારી શકો છો. તેના માટે આધારમાં નોંધાયેલ જન્મ તારીખમાં 3 વર્ષતી ઓછું અંતરના કોઈ ડોક્યુમેન્ટ્સ આપીન તેમાં સુધારો કરી શકાય છે. ત્રણ વર્ષની અંતરનો હેતુ એ છે કે, આધાર કાર્ડમાં નોંધાયેલ જન્મતિથિ અને તમારી પાસેના યોગ્ય દસ્તાવેજમાં નોંધાયેલ જન્મતિથિમાં 3 વર્ષથી વધુનું અંતર ન હોવું જોઈએ. જન્મ તારીખમાં સુધારવા માટે બર્થ સર્ટિફિકેટ, પાન કાર્ડ (PAN Card), પાસપોર્ટ કે કોઈ રાજપત્રિત અધિકારી દ્વારા જાહેર જન્મતારીખને આધાર કેન્દ્રમાં આપવું પડશે.

બે વાર બદલાવી શકો છો નામ

જો આધાર કાર્ડમાં તમારા નામમાં કોઈ ભૂલ છે, તો તેને પણ સુધારી શકાય છે. UIDAIએ આધારમાં નામ બદલવા માટે બે વાર તક આપવાનો નિયમ બનાવ્યો છે. નામમાં સુધારો કરાવવા માટે તમે તમારો પાસપોર્ટ, પાનકાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ કે પછી કોઈ સરકારી દસ્તાવેજને પ્રમાણપત્ર તરીકે રજૂ કરીને કેન્દ્ર પર ચેન્જ કરી શકો છો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *