છૂટ આપવા છતાં રાજ્યભરમાં આટલી તારીખ સુધી નહિ ખુલે સ્વામિનારાયણ મંદિરો

By | June 8, 2020

અમદાવાદ, કોરોનાને પગલે સરકાર તબક્કાવાર લોકડાઉન લગાવાયા બાદ હવે અનલોક 1 ની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસાર તબક્કાવાર તમામ પરવાનગી આપવામાં આવી રહી છે. તેવી જ રીતે 8 તારીખથી મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરોને પણ પરવાનગી મળવાની શક્યતાઓ છે. જો
કે અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મંદિરો પરવાનગી હોવા છતા પણ નહી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભાગના પંથો દ્વારા નિર્ણય લેવાયો છે. બીએપીએસ, વડતાલ સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ, કાળુપુર સહિતનાં તમામ પંથોના મંદિરો નહી ખુલે.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ અલગ અલગ પંથો છે. જેમાં બીએપીએસ દ્વારા કોઇ પણ મંદિર 15મી તારીખ સુધી નહી ખોલવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 તારીખે કદાચ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવે તેમ છતા પણ બીએપીએસનાં તમામ મંદિરો કોરોનાની સ્થિતીને જોતા 15 તારીખ પછી સ્થિતી અનુસાર નિર્ણય લેશે.

વડતાલ મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડ લાઇન અનુસાર મંદિર ખોલવાની 8 જૂને છુટ મળી શકે છે.જો કે કોરોના મહામારીનાં કારણે અને જે પ્રકારે કેસ વધી રહ્યા છે તે જોતા 17 જૂન સુધી મંદિર નહી ખોલવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટનાં તાબા હેઠળ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર પણ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *