કોરોના પછી દુનિયાભરમાં ચીન વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. ભારતમાં આ ગુસ્સો લદાક સીમા પર બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 20 જવાનો શહીદ થવાને કારણે ચરમસીમા પર છે. હવે દેશમાં બોયકોટ ચાઇના કેમ્પેન શરૂ થઈ ગયું છે. ધંધાદારી ચીન સાથે પોતાના વ્યવસાયિક સંબંધો ખતમ કરી રહ્યા છે. આ જ ક્રમમાં સુરતની પ્રતિષ્ઠિત ટેક્સટાઈલ કંપની આલિયા ફેબ્રિક્સ એ પણ ચીન ને બાય-બાય કહીને જડબા તોડ જવાબ આપ્યો છે.
2 કરોડનો ઓર્ડર કેન્સલ કર્યો :-
આલિયા ફેબ્રિકસના પુરુષોત્તમ ઝુનઝુનવાલા(છોટુભાઈ) અને રજત ડાવર એ વાતચીત દરમિયાન જણાવ્યું કે બોયકોટ ચાઈના મુહિમ બિલકુલ યોગ્ય છે. અમારા માટે દેશ પહેલા છે. જે રીતે લદાખમાં આપણા 20 જવાન શહીદ થયા અને ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગ થઇ રહી છે, તો અમે પણ આ કેમ્પેન નો હિસ્સો બનીને અમારું નાનું એવું યોગદાન આપ્યું છે. આ જ કારણે અમે ચીની કંપની સાથે 2 કરોડ રૂપિયાના પ્રીમિયમ ફેન્સી ફેબ્રિક્સ નો ઓર્ડર કેન્સલ કર્યો છે. ચીની કંપની સાથે આલિયા ફેબ્રિકનો વર્ષે ૫૦ કરોડ રૂપિયાનો ધંધો છે.
હવે તાઇવાન અને દક્ષિણ કોરિયાથી લાવશે માલ :-
પુરુષોત્તમભાઈ જણાવ્યું કે તેમના માટે આ નિર્ણય લેવો સહેલો ન હતો. આનું પ્રમુખ કારણ છે કે ચીન થી જે ફેબ્રિક્સ આયાત થાય છે તે ભારતમાં નથી બનતું અને આપણા દેશમાં ગ્રાહકોનું વિશાળ નેટવર્ક છે, જેમની આવશ્યકતાઓ પૂરી કરવી અમારો વ્યવસાયિક ધર્મ છે. આવામાં અમે પહેલા ચીન નો વિકલ્પ શોધ્યો, જે અમને દક્ષિણ કોરિયા અને તાઈવાનના સ્વરૂપમાં મળ્યો. જણાવી દઈએ કે કોરિયા અને તાઈવાનમાં ઉપલબ્ધ ફેન્સી ફેબ્રિક ચીનથી આયાત ફેબ્રિક કરતાં મોંઘુ પડે છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ જોઇએ તો તે ચીનના માલ કરતા અનેક ઘણું સારું છે. એવામાં અમે નિર્ણય લીધો કે અમે પોતાના ગ્રાહકોને અત્યાર સુધી મંગાવેલા ચીનના ફેબ્રિક કરતા પણ સારો માલ આપીશું, પરંતુ બદલામાં ગ્રાહકોએ પણ પોતાનો કિસ્સો થોડો ઢીલો કરવો પડશે.
ગ્રાહકોએ આપી પ્રેરણા :-
રજત ડાવર જણાવ્યું કે પાછલા થોડાક સમયથી જે રીતે લોકોમાં ચીન પ્રત્યે રોષ વધી રહ્યો છે, તેથી તેમના કેટલાક ગ્રાહકોએ પણ તેમના પર ફોન કરીને ચીન નો વિકલ્પ શોધવા કહ્યું. તેમની પ્રેરણા અને માંગને કારણે અમે તાઈવાન અને કોરિયા નો વિકલ્પ પસંદ કર્યો છે. સાથે જ અમને ચાઇના ના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોમાં સામેલ થવાનો પણ સંતોષ મળ્યો છે.