સુરતમાં કોરોના સંક્ર્મણ વચ્ચે ભાજપ દ્વારા રાજકીય રેલી યોજીને ગાઇડલાઇનનું ઉલ્લંઘન : અલ્પેશ કથીરિયા

By | July 25, 2020

કોરોનાની વૈશ્વિક મહામારીને લઇ સમગ્ર દેશની અંદર ભયનો માહોલ ચાલી રહ્યો છે તંત્ર દ્વારા પણ આ ભયના માહોલ વચ્ચે લોકો વધુ જાગૃત બને અને ચુસ્તપણે સરકારના કાયદાઓનો અમલ કરવામાં આવે તે બાબતને લઈ અનેક ગાઇડલાઇન જાહેર કરી જનતા પાસે તેનો અમલ કરાવવા માટે તંત્ર કામ કરી રહ્યું છે જે પણ લોકો આ કાયદાનો ભંગ કરે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીથી લઈ અને તેમને દંડિત કરવાની પણ કાર્યવાહીઓ થઈ રહી છે.

અમુક સામાન્ય જનતા ઈમરજન્સી કાર્યની અંદર કે પોતાની રોજીરોટી માટે થઈ કંઈકને કંઈક શરતચૂકથી પણ જો આ ગાઈડ લાઈનનો ભંગ કરેલ જણાય તો પણ તેમની સાથે ગંભીરતા દાખવી કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ વરાછા વિસ્તાર સહિત સુરતમાં ઘણા બધા વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના સંક્રમણ વચ્ચે રાજકીય રેલી યોજી અને covid-19ની તમામ ગાઈડલાઈનનું જાહેરમાં સરેઆમ ઉલ્લંઘન ઉલ્લંઘન અલ્પેશ કથીરિયાકરવામાં આવ્યું છે તે મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળ્યું છે ફોટો અને વીડિયોની અંદર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા લોકો આ રેલીની અંદર સારે આમ નજરે પડ્યા છે ત્યારે સુરત પોલીસ તંત્ર અને સુરત મહાનગર પાલિકા તંત્ર તથા રાજ્ય સરકારને પત્રના માધ્યમથી અરજ કરવામાં આવે છે કે જે લોકો આ રેલીમાં ભાગ લીધો કે જોડાયા છે તે તમામ લોકોને વિડીયો, ફોટોને આધારે ઓળખી પાડી અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણો મુજબ તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને તેમની પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવે તથા આવા તમામ લોકોને covid-19 ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસ સુધી હોમ ક્લોરોન્ટાઈન કરવામાં આવે તેવી મારી જાહેર હિતમાં સ્પષ્ટ માગણી છે. આવનારા દિવસોની અંદર આ પ્રકારના ગંભીર બેદરકારીભર્યા કૃત્યને લઈ કોરોનાનું સંક્રમણ વધુ વધે તો સામાન્ય જન માણસના જીવન ઉપર મોટું જોખમ ઊભું થશે માટે જાહેર હિતમાં મારી માગણી પર કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *