આર્થિક કટોકટીમાં આ રાજ્યની સરકારે 25% સ્કુલ ફી ઘટાડીને વાલીઓને રાહત આપી

By | August 15, 2020

કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાય સમયથી સ્કૂલ, કોલેજો બંધ છે. શાળા-કોલેજો દ્વારા બાળકોને ઘરે જ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આમ કરવાથી કોરોના મહામારીમાં પણ બાળકોનું ભણતર સચવાઈ રહે અને તેમના સ્વાસ્થ્યની પણ સુરક્ષા રહે. આ સાથે જ લોકડાઉનના કારણે બાળકોના માતા-પિતાને આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે સરકાર આ અંગે વિચાર કરી રહી છે કે તેમની સ્કુલ ફી વધારવામાં ન આવે.

1 મેથી માંડીને સ્કૂલો ખુલવા સુધીની 25 ટકા ફી માફ

આસામ સરકારે તમામ વાલીઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં ફી ભરીદે તે માટે એક સરક્યૂલર જાહેર કરી પ્રાઈવેટ સ્કૂલોને આ વર્ષે 25 ટકા ફી માફ કરવાનો નિર્દેશ કર્યો છે.

સરક્યૂલર મુજબ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રિ- પ્રાઈમરી લેબલથી લઈને 12માં ધોરણના વિદ્યાર્થીઓની ફી માફ કરી દેવામાં આવશે. સરકારે 14 ઓગસ્ટે સરક્યૂલર જાહેર કર્યો અને શિક્ષા મંત્રી હિમંતા બિશ્વ સર્માએ ટ્વીટ કરી તેને અપલોડ કર્યો છે. આ ફી માફી મેથી લઈને સ્કૂલો ખોલવા સુધી લાગુ પડશે.

શિક્ષા મંત્રીએ ટ્વીટમાં કહ્યું કે કોરોનાની પરિસ્થિતિને જોતા પ્રાઈવેટ સ્કૂલોને સલાહ આપી છે કે તે પ્રિ-પ્રાઈમરીથી લઈને 12મા ધોરણ સુધી 1 મેથી લઈને સ્કૂલો ખોલવા સુધીની વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરી આપે.

જે સ્કુલોએ વાલીઓ પાસેથી પહેલા જ ફી ઉઘરાવી લીધી છે તેમને આગળના ઈન્સ્ટોલમેન્ટમાં ફી માફ કરવી પડશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આસામના લોકોની આવક પર ખરાબ અસર પડી છે અને તેવામાં તેઓ પોતાના બાળકોની સ્કૂલની ફી ભરવા માટે સક્ષમ નથી.

તમામ સ્કૂલ ઓનલાઈન ચાલી રહી છે. જેથી તેમની ઈલેક્ટ્રીસિટી, મેનટેનેન્સ અને અન્ય ખર્ચની બચત પણ થઈ છે. તેવામાં ખર્ચ ઘટતા ફી ઘટાડવામાં આવી રહી છે. જેથી વાલીઓને પણ આર્થિક મદદ પહોંચે. જોકે એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ પેરેન્ટ્સ સપ્ટેમ્બરના અંત સુધીમાં ફીનું પેમેન્ટ કરી દે જેથી ટિચિંગ અને નોન ટિચિંગની સેલેરી કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *