હું પોતે ઈન્જેકશન શોધું છું, મળશે એટલે કહીશ : આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

By | July 9, 2020

સુરતઃ કોરોનાના દર્દીઓ માટે અત્યારે ટોસિલિઝૂમાબે ઈંજેકશાન સંજીવની સમાન હોય તેમ પડાપડી થઈ રહી છે. ઈંજેક્શનની અછતની વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઇજેક્શન આપવા સ્પષ્ટ ઈનકાર બાદ ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની હાલત દયનીય બની છે. આ અંગેની ફરિયાદ એક દર્દીના સંબંધીએ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને કરતા તે અંગેની ઓડીયો ક્લિપ મોડી રાત્રે સોશિયલ મિડીયા ઉપર ફરતી થઈ હતી.

રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો દ્વારા ટોસિલિઝૂમાબ ઈંજેકશન માટે આડેધડ રૂપિયા વસૂલાતા હોવાનું ધ્યાને આવતા લગામ કસવામાં આવી હતી. સાથે જ ખાનગી હોસ્પિટલોને કુમાર કાનાણી પણ જરૂર હોય તે દર્દી માટે નવી સિવિલનાંથી સરકારે નક્કી કરેલા ભાવ મુજબ ઇજાન માપવા સૂચના આપી હતી. જો કે તેનાથી બિલકુલ ઉલટું થઈ ૨હ્યું છે. નવી સિવિલમાંથી
ખાનગી હોસ્પિટલના દર્દીઓને ઇજેકશન આપવા સ્પષ્ટ ઈનકાર કરવામાં આવી રહ્યો છે, જેને પગલે એક જરૂરિયાતમંદે આ અંગે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફોન ઉપર સંપર્ક કરી રજુઆત કરી હતી. આરોગ્ય મંત્રીને મદદ કરવાની જગ્યાએ પોતે પણ સવારથી ઇજેક્યાન શોધી રહ્યા હોવાનું કહી દર્દીના સંબંધીને ઇંજેક્શન આવશે એટલે તમને સંપર્ક કરીશ કહી ફોન કાપી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *