શું કેન્દ્રીય નેતૃત્વના ઇસારે મધ્યપ્રદેશની સરકાર પાડવામાં આવી? શિવરાજસિંહની વિડિઓ કલીપ વાયરલ

By | June 11, 2020

મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણીનો માહોલ છે અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ક્લિપમાં શિવરાજ સિંહ કહે છે કે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને પાળવાનો નિર્ણય ભાજપ કેન્દ્રીય નેતૃત્વ લીધો હતો. જો જ્યોતિરાદિત્ય સિંધિયા અને તુલસી સિલાવટે સાથ ન આપ્યો હોત તો કમલનાથ સરકારને પાડી ન શક્યા હોત.

દાવો કરવામાં આવી રહ્યો છે કે બે દિવસ પહેલા ઈન્દોરમાં સાંવેર વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે શિવરાજસિંહ ચૌહાણે આ વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે રેસીડેન્સી કોઠીમા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે કાર્યકર્તાઓને સવાલ પૂછ્યો કે જો તુલસી સિલાવાટ પેટાચૂંટણીમાં ધારાસભ્ય નહીં બની શકે તો શું તેઓ મુખ્યમંત્રી રહી શકશે? શું પ્રદેશમાં ભાજપની સરકાર રહી શકશે? તેના પર કાર્ય કરતાઓએ જવાબ આપ્યો કે નહીં.

મુખ્યમંત્રી ના ભાષણો કથિત ઓડિયો વાયરલ થયા બાદ તેમના પર રાજકીય હુમલા તેજ થઇ ગયા છે.

શું છે ક્લિપમાં?

આ ક્લિપમાં કથિત રૂપે શિવરાજસિંહ કહી રહ્યા છે કે – કેન્દ્રીય નેતૃત્વએ નક્કી કર્યું કે સરકાર પડવી જોઈએ, નહીં તો આ બરબાદ કરી દેશે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને તુલસીભાઈ સિવાય શું આ સરકાર પડી શકતી હતી? બીજો વિકલ્પ નહોતો. કોંગ્રેસ કહી રહી છે કે ધોખો સિંધિયા અને તુલસી સિલાવાટે આપ્યો છે. જ્યારે સચ્ચાઈ તો એ છે કે ધોખો કોંગ્રેસે આપ્યો છે. તમે જણાવો કે, જો તુલસી વિધાયક નહી બને તો શું હું સીએમ રહી શકીશ? શું પ્રદેશમાં ભાજપની સરકાર રહેશે?

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કર્યો હુમલો :-

આ ક્લિપ વાઇરલ થતાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વિટર પર ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સૌની સામે જૂઠાણાંની પોલ ખુલી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *