ગુજરાતમાં કોરોનાના કહેરને રોકવા આટલા મહિનાઓ સુધી પાન-મસાલા પર પ્રતિબંધની માંગ

By | July 12, 2020

પાનના ગલ્લા માટે સરકાર દ્વારા જાહેર કરેલી કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન નહી થતા કોરોનાના કેસો વધવા અંગેનું એક કારણ તે પણ છે. કોરોના કેસો પર મહદઅંશે કાબૂ મેળવવા માટે એક મહિના માટે પાનમસાલાના વેચાણ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે. વડોદરામાં એક ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં એવુ તારણ નિકળ્યું હતું કે ૭૬.૭૧ ટકા દુકાનદારો દ્વારા માસ્કનો ઉપયોગ કરાતો નથી, દુકાન પર આવતા ગ્રાહકો પૈકી ૯૧.૭૮ ટકાએ પણ માસ્ક પહેર્યું ન હતું.

૯૧.૭૮ ટકા પાનની દુકાનો સેનેટાઇઝરનો ઉપયોગ કરતી નથી

સર્વેમાં એવી વિગત બહાર આવી હતી કે ૯૧.૭૮ ટકા પાનની શોપ પર સેનેટાઇઝરનો ઉપયોગ થતો નથી એટલુંજ નહી પરંતુ ૯૮.૬૩ ટકા ગલ્લા પર સામાજિક અંતરનું પાલન થતું નથી. ૮૯.૦૪ ટકા ગ્રાહકો પાનમસાલા, બીડી, સિગારેટ જેવી બનાવટો ટેક અવે લઇ જવાના બદલે ગલ્લા પર જ સેવન કરતા હતાં.

પાનના ગલ્લાઓ પર કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની માંગણી

ઉપરોક્ત તારણો સાથે વડોદરાની સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરી પાનના ગલ્લાઓ પર કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત ગલ્લાઓ પર આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ કરવાની પણ માંગણી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *