આ એપ્લિકેશન વાપરતા પહેલા ચેતજો, નહીંતો ખબર પણ નહીં પડે અને બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

By | August 26, 2020

મોબાઈલ એપ્સ દ્વારા યુઝર્સને છેતરવાના મામલા ઘણી વાર સામે આવતા હોય છે. એન્ડ્રોઇડ યુઝર્સને ફરી એક વખત ચેતવણી આપતા આ મોબાઈલ એપ્સને તરત જ તેનો વપરાશ બંધ કરી દેવાની સલાહ આપવામાં આવી છે. આ એપ્સ યુઝર્સને ખબર પણ નથી પડવા દેતી અને તેમનું એકાઉન્ટ ધીરે-ધીરે ખાલી કરી નાખે છે.

સાઈબર સિક્યોરિટી અને સોફ્ટવેર ફર્મ સોફોસના સંશોધકે આ ખતરનાક એપ્સનો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બધી ફ્લેસવેયર (fleeceware) એપ્સ છે જેને ગુગલ પ્લે સ્ટોરની પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં ગૂગલની નવી એપ્લિકેશન ડેવલોપર નીતિઓ રજૂ થયા પછી આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

સંશોધનકર્તા જગદીશ ચંદ્રૈયાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યા અનુસાર ગૂગલની નવી નીતિઓ પર્યાપ્ત ન હતી. અને ગુગલના નવા નિયમોને ભ્રામક માર્કેટિંગ ડિસ્પ્લે કોપીને પકડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જોકે તેમાં અમુક ખામિઓ છે જે અમુક ખતરનાક કામોની પરવાનગી આપી દે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો વિવિધ પ્લેટફોર્મથી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને પછી તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શું છે ફ્લેસવેર એપ્સ?

જણાવી દઈએ કે ફ્લેસવેર એક પ્રકારનું મેલવેયર મોબાઈલ એપ્લિકેશન છે. જે છુપાયેલા સબ્સક્રિપ્શન ફીસની સાથે આવે છે. આ એપ્લિકેશન એ યુઝર્સનો ફાયદો ઉઠાવે છે જે નથી જાણતા કે એપ હટાવ્યા બાદ તેમનું સબ્સક્રિપ્શન કયા પ્રકારે કેન્સલ કરવાનું હોય છે.

કેવી રીતે કામ કરે છે આ એપ્સ?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સાયબર ઠગ યુઝર્સના બેંક ખાતાઓમાં ઘુસણખોરી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્પામ સબ્સક્રિપ્શન ઉપરાંત યુઝર્સને ફ્રી ટ્રાયલના નામે લાલચ આપે છે પરંતુ તેની જાણ યૂઝર્સને રહેતી નથી. અન્ય રીત એ છે કે ટર્મ અને કંડીશનને કંઈક એ રીતે પ્રદર્શિત કરે છે કે તેને વાંચવું લગભગ અસંભવ હોય છે. જગદીશે જણાવ્યું, ‘એક વખત સાઈન-અપ કરવાથી જ ઘણી બધી એપ્સ પરવાનગી વગર જ સબ્સક્રાઈબ કરી દેવામાં આવે છે. ઘણી વખત યુઝર્સને ખબર પણ નથી હોતી અને હજારો એપ્સનું સબ્સક્રિપ્શન શરૂ થઈ જાય છે.’

 • com.photoconverter.fileconverter.jpegconverter
 • com.recoverydeleted.recoveryphoto.photobackup
 • com.screenrecorder.gamerecorder.screenrecording
 • com.photogridmixer.instagrid
 • com.compressvideo.videoextractor
 • com.smartsearch.imagessearch
 • com.emmcs.wallpapper
 • com.wallpaper.work.application
 • com.gametris.wallpaper.application
 • com.tell.shortvideocom.csxykk.fontmoji
 • com.video.magiciancom.el2020xstar.xstar
 • com.dev.palmistryastrology
 • com.dev.furturescopecom.fortunemirror
 • com.itools.prankcallfreelitecom.isocial.fakechat
 • com.old.mecom.myreplica.celebritylikeme.pro
 • com.nineteen.pokeradar
 • com.pokemongo.ivgocalculatorcom.hy.gscanner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *