કોરોના વેક્સિન અંગે મોટા સમાચાર : જાણો ક્યાં સુધી જોવી પડશે રાહ?

By | October 16, 2020

કોરોના વાઈરસના (Corona Virus) સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર તરફથી લેવામાં આવી રહેલા આટલા પગલા છતાં રોજ નવા કેસ (New Corona Cases) સામે આવતા જ રહે છે. વિશ્વના તમામ દેશો કોરોના વૅક્સીનની (Corona Vaccine Update) આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું છે કે, યુવા અને સ્વસ્થ લોકોને કોરોના વાઈરસની વૅક્સીન (Corona Virus Vaccine) માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે.

WHOનું કહેવું છે કે, પ્રથમ સ્વાસ્થ્ય કર્મચારીઓ, વૃદ્ધ અને પહેલાથી બીમાર લોકો વગેરે આવા જૂથો જેમના કોરોના વાઈરસથી સંક્રમિત થવાનું સૌથી વધુ જોખમ છે, તેમને વૅક્સીન (Corona Vaccine Update) આપવામાં આવશે. જે બાદ આખરે યુવાઓનો નંબર આવશે.

WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ સૌમ્યા સ્વામીનાથને સંગઠનના એક સોશિયલ મીડિયા કાર્યક્રમમાં કહ્યું કે, મોટાભાગના લોકો આ વાતથી સહમત છે કે, વૅક્સીન આપવાની શરૂઆત સ્વાસ્થ્ય કર્મચારીઓથી કરવામાં આવવી જોઈએ. જો કે તેમાં પણ તમારે ઓળખ કરવી પડશે જેમને સંક્રમણનું સૌથી વધુ જોખમ છે. જે બાદ વૃદ્ધો અને પછી અન્ય લોકોને વૅક્સીન (Corona Vaccine Update) આપવામાં આવશે. એક સ્વસ્થ વ્યક્તિને કોરોના વૅક્સીન મેળવવા માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે.

2021 સુધી વિશ્વ પાસે કોરોના વાઈરસની (Corona Virus) ઓછામાં ઓછી એક અસરકારક અને સુરક્ષિત વૅક્સીન મળવાની આશા વ્યક્ત કરતા ડૉ. સ્વામીનાથને કહ્યું કે, શરૂઆતમાં તે સીમિત માત્રામાં જ ઉપલબ્ધ થશે. આ માટે તેના ઉપયોગને લઈને દેશોએ પ્રાથમિક્તા નક્કી કરવી પડશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોને વૅક્સીન (Corona Vaccine Update) પહેલા અપાશે, તે એક મુશ્કેલ નિર્ણય છે. જો કે સ્વાસ્થ્ય કર્મચારીઓ, અગ્ર હરોળમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓ અને વૃદ્ધોને પ્રાથમિક્તા મળવી જોઈએ.

વૅક્સીન વિતરણને લઈને WHOની ગાઈડલાઈન
જણાવી દઈએ કે, WHOના નિષ્ણાંતોના રણનીતિક સલાહકાર ગ્રુપની સમિતીએ તાજેતરમાં જ દેશો માટે વૅક્સીનના વિતરણ સબંધી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સૌથી વધુ પ્રાથમિક્તા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વૃદ્ધોને આપવી જોઈએ.

આ સિવાય પહેલાથી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને પણ વધુ જોખમ ધરાવતા ગ્રુપમાં ગણવા અને તેમને પ્રાથમિક્તાના ધોરણે વૅક્સીન (Corona Vaccine Update) આપવાની સલાહ આપવામાં આવી છે.

દર્દીઓની સંખ્યા 3.90 કરોડથી વધુ
દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 3.90 કરોડથી વધુ થઈ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2.91 કરોડથી વધુ થઈ ચૂકી છે. મરનારાઓની સંખ્યા 10.98 લાખને પાર થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

 

ક્યાં સુધી મળશે કારગર વૅક્સીન?
વિશ્વભરમાં અત્યારે લગભગ એક ડઝન કોરોના વાઈરસ વૅક્સીન હ્યુમન ટ્રાયલના (Corona Vaccine Trial Result) અંતિમ તબક્કામાં છે. જેમાં અમેરિકન કંપની ફાઈઝરની વૅક્સીનના ટ્રાયલના પ્રાથમિક પરિણામો (Corona Vaccine Trial Result) આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે. આથી તે ઈમરજન્સી લાઈસન્સ માટે અરજી કરી શકે છે.

જ્યારે ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીની ચર્ચિત વૅક્સીનના ટ્રાયલના અંતિમ પરિણામ (Corona Vaccine Trial Result) નવેમ્બરમાં આવી શકે છે. જે બાદ તે આગામી વર્ષની શરૂઆત સુધીમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

આ વૅક્સીનો પર રહેશે સૌની નજર
એક અન્ય અમેરિકન કંપની મોર્ડર્નાની કોરોના વૅક્સીન (Corona Vaccine Update) પણ રેસમાં સૌથી આગળ ચાલી રહી છે અને તેના ત્રીજા તબક્કાના ટ્રાયલનું પરિણામ નવેમ્બર કે ડિસેમ્બરમાં આવી શકે છે. ચીનની બે વૅક્સીનોના ટ્રાયલ્સના પરિણામો (Corona Vaccine Trial Result) પણ ડિસેમ્બર સુધી આવી શકે છે.

બ્રાઝિલઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ રદ
અમેરિકન કંપની જોહ્સન એન્ડ જોહ્સને બ્રાઝિલમાં પણ પોતાની વેક્સિન ટ્રાયલ હાલ રોકી દીધી છે. બ્રાઝિલિયન હેલ્થ એજન્સીએ મંગળવારે રાત્રે જારી એક નિવેદનમાં કહ્યું- આ અંગે વધુ જાણકારી હાલમાં આપી શકાય તેમ નથી, પરંતુ હાલ વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ અટકાવી દેવામાં આવી છે. કેટલાક સમાચારોમાં જણાવાયું છે કે અમેરિકામાં એક વોલન્ટિયર વેક્સિન ટ્રાયલ પછી ગંભીર રીતે બીમાર થયા પછી આ ટ્રાયલ રોકવામાં આવી છે. બ્રાઝિલમાં બે કંપનીની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. જોન્સન એન્ડ જોન્સન એમાંની એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *