મોદીની સૌથી મોટી નિષ્ફળતા : પાછલા 70 વર્ષમાં ક્યારેય નથી બન્યું તે પ્રધાનમંત્રી મોદીના શાસનકાળમાં બન્યું

By | June 14, 2020

નેપાળની સંસદમાં શનિવારે એક નકશો પાસ કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય ક્ષેત્રને પણ સામેલ કરવામાં આવ્યા છે. પોતાના નકશાને અપડેટ કરવા માટે એક સંવિધાન સંશોધન બિલ પર મતદાન કરવાના વિશેષ સત્રમાં આ કામ કરવામાં આવ્યું. સંસદમાં 275 સભ્યો છે, જેમાંથી 258 હાજર હતા અને દરેક સભ્યોએ નકશાના પક્ષમાં વોટ આપ્યો છે. આના વિરોધમાં એક પણ વોટ પડ્યો નથી. સંશોધિત નકશામાં ભારતની સીમાથી નજીક અને મહત્વપૂર્ણ વિસ્તારો જેવા કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા પર નેપાળે પોતાનો હક દર્શાવ્યો છે. જ્યારે ભારત આ ત્રણ વિસ્તારોને પોતાના ગણાવે છે.

આ નકશો નેપાળી નીચલી સંસદમાં પાસ થયો છે. હવે તેને નેશનલ એસેમ્બલીમાં મોકલવામાં આવશે જ્યાં તને ફરી એકવાર પાસ કરવો પડશે.

આટલું જ નહીં, બિહારમાં ભારત-નેપાળ બોર્ડર પર શુક્રવારે સવારે નેપાળ પોલીસે ભારતીય ક્ષેત્રના લોકો પર હિંસા કરી છે. ભારતીય ક્ષેત્રના લોકો અને નેપાળી પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં સશસ્ત્ર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં એક ભારતીય નું મૃત્યુ થયું છે, ઉપરાંત ચાર ગંભીર રૂપથી ઘાયલ છે. આખી ઘટના બનવા પાછળનું કારણ ખૂબ જ સામાન્ય છે. એક માતા નેપાળથી ભારત પોતાની દીકરીને મળવા માટે આવવા ઇચ્છતી હતી. પરંતુ પોલીસે તેમને નેપાળ બોર્ડર પર જ રોકી લીધા. જેથી ભારતના આ પાંચ લોકોએ નેપાળ પોલીસને તેમને આવવા દેવા માટે આગ્રહ કર્યો અને ક્રોધે ભરાયેલી નેપાળ પોલીસે હિંસા આદરી.

અગાઉ પણ 27 મે ના રોજ નેપાળના રક્ષામંત્રીએ કહ્યું હતું કે, “જો જરૂર પડશે તો નેપાળી આર્મી યુદ્ધ કરશે.”

ભારત નેપાળ વચ્ચેના તણાવનું કારણ લિપુલેખ માં ભારત દ્વારા બનાવવામાં આવેલો એક રોડ છે. આ રોડ નું ઉદ્ઘાટન રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. નેપાળ નું કહેવું છે કે આ રોડ તેમના વિસ્તારમાં બનાવવામાં આવે છે અને આ મામલાને લઈને નેપાળમાં આંદોલનનો પણ શરૂ થઈ ગયા છે. જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ રોડ ભારતની સીમામાં બનાવવામાં આવ્યો છે.

આવું ભારતના ૭૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે. નેપાળ જેવો એક નાનો દેશ આજે ભારત ને આંખો દેખાડી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી ના સમર્થકો કહે છે કે પ્રધાનમંત્રી આખા વિશ્વના નેતાઓ સાથે સારા સંબંધ બનાવ્યા છે. પાકિસ્તાન અને ચીન પ્રધાનમંત્રી થી ડરે છે તો પછી એક નાનકડું નેપાળ કેમ ભારતને આંખો બતાવી રહ્યું છે? આજે ચીન પણ ભારતની સીમામાં ઘૂસી ગયું છે. આત્મનિર્ભર બનવા નું કહેવા વાળી સરકાર પોતે ચીનમાં બનેલા સામાન પર નિર્ભર છે. કોરોનાવાયરસ મહામારીમાં પણ સરકાર ગરીબોને સહાય આપવામાં નિષ્ફળ રહી છે. તેમને મફતમાં ઘરે પણ પહોંચાડી શકી નથી. હવે સરકાર પર સવાલ કરવાનો સમય આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *