કોરોના કરતાં પણ જૂનો અને ખતરનાક છે આ રોગ, આર્થિક અને માનસિક બન્ને રીતે પહોંચાડે છે ભારે નુકસાન

By | June 12, 2020

લોકો કોરોનાવાયરસ ને કારણે હેરાન-પરેશાન થઇ ચુક્યા છે, પોતાની નોકરી ગુમાવી છે, ધંધો રોજગાર ગુમાવ્યા છે. સેંકડો લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ કોરોના કરતા પણ એક ખૂબ જૂની બીમારી છે જે ભારતમાં પ્રાચીન સમયથી જોવા મળે છે. આ બીમારી વ્યક્તિને માનસિક અને આર્થિક બંને રીતે મોટું નુકસાન પહોંચાડે છે. આ બીમારી બીજી કોઈ નહીં પરંતુ અંધશ્રદ્ધા છે.

બિહારમાં લોકો કોરોના ની પૂજા કરવા લાગ્યા છે. લોકો માને છે કે પૂજા કરવાથી કોરોના ભાગી જશે. અહીં કોરોનાને ‘કોરોના માતા’ બનાવી દીધી છે. કોરોના મહામારીમાં સંક્રમણથી છુટકારો મેળવવા માટે ગામની મહિલાઓ હવે કોરોના દેવીની પૂજા કરે છે.

બિહારના નાલંદા, ગોપાલગંજ, સારણ, વૈશાલી, મુજફ્ફરપુર સહિતના જિલ્લાઓમાં કોરોના ને દૂર કરવા માટે કોરોના દેવીની પૂજા થઈ રહી છે. ગામની મહિલાઓ એક સમૂહ બનાવીને જળાશયોના કિનારે પહોંચી કોરોના દેવીની પૂજા કરે છે. આ કિસ્સો પાછલા ચાર-પાંચ દિવસથી ચાલી રહ્યો છે.

આ પૂજાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન મહિલાઓ સામાજિક અંતર નો પણ ખ્યાલ રાખી રહી છે.

ગોપાલગંજ માં ફુલવરિયા ઘાટ પર પહોંચીને મહિલાઓ સાત ખાડા ખોદી તેમાં ગોળનું શરબત નાખી સાથે લવિંગ, ઇલાયચી, ફૂલ અને સાત લાડુ રાખીને પૂજા કરે છે. જેથી મહામારી થી છુટકારો મળી જાય.

મુજફ્ફરપુર ના બ્રહ્મપુરા સ્થિત સર્વેશ્વર મંદિર પાછલા ત્રણ દિવસોથી કોરોના માતાની પૂજા થઈ રહી છે.

પૂજા કરવા અંગે મહિલાઓએ જણાવ્યું કે, તેમણે એક વિડિયો ના માધ્યમથી જાણ્યું હતું કે કોરોના ને ભગાડવો હોય તો તેની પૂજા લાડુ, ફૂલ અને તલથી કરવી પડશે. જ્યારે અન્ય મહિલાઓ આને એક સપના સાથે જોડીને વાર્તાઓ બનાવીને જણાવે છે.

આ બાજુ બકસર જિલ્લાના અનેક પ્રખંડોમાં પણ મહિલાઓ કોરોના દેવીની પૂજા કરવામાં વ્યસ્ત છે. મહિલાઓનો સમૂહ ગંગામાં સ્નાન કરીને નદી કિનારે પૂજા-અર્ચના કરે છે. અહીં તેમણે સાત ખાડા ખોદી તેમાં ધૂપ-દીપ સાથે લાડુ, ફૂલ અને ગોળ તેમજ તલ જમીનમાં દાટી દીધા.

અનેક જગ્યાએ કોરોના દેવી માટે પકવાન બનાવવાની વાત પણ સામે આવી છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આમાં દરેક વર્ગની મહિલાઓ સામેલ છે.

મુજફ્ફરપુર ના પંડિત વિનય પાઠક કહે છે કે આ પુરી રીતે અંધ વિશ્વાસ જ છે. ક્યાંય પણ કોઈ પણ ધાર્મિક ગ્રંથ માં કોરોના દેવી નો ઉલ્લેખ જ નથી. તેમણે કહ્યું કે કોઈપણ મહામારી થી બચવા માટે તબીબ પાસે સારવાર લેવી જોઈએ. તેમણે પણ માન્યું કે કોરોના દેવીની પૂજા એક અંધ વિશ્વાસ જ છે.

અહીં બાબાસાહેબ ભીમ રાવ આંબેડકર બિહાર વિશ્વવિદ્યાલયના સમાજશાસ્ત્રના પ્રોફેસર બીએન સિંહ જણાવે છે કે, “જ્યારે પણ આપણા પર કોઈ સંકટ આવે છે ત્યારે આપણે સૌ ભગવાનના ચરણમાં ચાલ્યા જઈએ છીએ. ઘણા કિસ્સાઓમાં આ આસ્થા અંધવિશ્વાસનું રૂપ લઈ લેતી હોય છે. કોરોના ને લઈને પણ આજ સ્થિતિ ઉત્પન્ન થઇ છે. લોકો મહામારી થી બચવા માટે આસ્થા અને અંધવિશ્વાસની નો સહારો લઈ રહ્યા છે.”

તેમણે એમ પણ જણાવ્યું કે અંધવિશ્વાસમાં નકલની પ્રવૃત્તિ રહી છે. લોકો એકબીજાને જોઇને પૂજા કરી રહ્યા છે.

ગોપાલગંજ ના સિવિલ સર્જન ડોક્ટર ત્રિભુવન નારાયણસિંહ આ પૂજાને અંધવિશ્વાસ ગણાવે છે. તેમણે કહ્યું કે આસ્થા અલગ વસ્તુ છે અને વિજ્ઞાન અલગ વસ્તુ છે. કોરોના એક મહામારી છે અને તેની સારવાર જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *