અમદાવાદના BJP કોર્પોરેટર અમિત શાહ અને તેમના પુત્રની દાદાગીરીનો વિડિઓ વાયરલ, જુઓ અહીંયા

By | July 4, 2020

અમદાવાદના વાસણાનાં કોર્પોરેટર અમિત શાહ અને તેમનાં દિકરાની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યાંનાં સ્થાનિક નાગરિકો તોતિંગ વીજ બિલને લઇને રજૂઆત કરવા માટે કોર્પોરેટરને મળવા ગયા હતાં પરંતુ તે સમયે કોર્પોરેટર અમિત શાહ ઉશ્કેરાઇ ગયા અને નાગરિકોને ઉડાઉ જવાબ આપવા લાગ્યા હતાં.

આટલે ન થાકતા, કોર્પોરેટર અમિત શાહે પોતાના દીકરા સાથે મળીને નાગરિકો સાથે આડોળાઈ ભર્યું વર્તન કર્યું હતું અને બધાને ઘરની બહાર ધકેલી દીધાં હતાં. હવે જોવાનું એ રહ્યું કે આખરે અમિત શાહ અને તેમનાં દીકરાની દાદાગીરીનો વીડિયો સામે આવતા બંને પર કોઈ કાર્યવાહી થશે કે કેમ? કે પછી આમાં પણ કયાંક ભીનું સંકેલવાનાં પ્રયત્નો થશે? કોર્પોરેટર સામાન્ય જનતાની સેવા માટે હોય છે પરંતુ જો તેઓ જ આ રીતે વર્તન કરવા લાગશે તો પછી સામાન્ય જનતા ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ પાસેથી શું અપેક્ષા રાખી શકે?

આ વીડિયોને જોઇ કેટલાંક પ્રશ્નો ઊભા થાય છે. શું કોર્પોરેટર અને તેમનાં પુત્રની આમ જનતા સાથેની આવી દાદાગીરી શોભે છે? આખરે કેમ સામાન્ય રજૂઆત કરવા આવેલા નાગરિકોને કોર્પોરેટરે ઉડાઉ જવાબ આપ્યો? શું જનતાનાં પ્રતિનિધિઓ આવા હોય છે? કોર્પોરેટર અમિત શાહ અને તેમનાં પુત્રની દાદાગીરી કેટલી યોગ્ય? ચૂંટણી સમયે મતની ભીખ માગવા નીકળતા નેતાઓને આખરે કામ કરવાનાં સમયે કેમ ગુસ્સો આવે છે? શું કોર્પોરેટર અમિત શાહ પર કોઇ કાર્યવાહી થશે કે કેમ? જેવાં અનેક સવાલો જનતાના મનમાં ઊભા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *