આ BJP કોર્પોરેટર છે સાચા અર્થમાં લોકસેવક, મજૂરોએ ના પાડી તો પોતે ગટરમાં ઉતરી સફાઈ કરી

By | June 28, 2020

કર્ણાટકથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે. મેંગ્લોરમાં ભાજપના કોર્પોરેટર સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે અને તેમની એક તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા હતા, જેથી ગટર સાફ કરવા કાઉન્સિલર મનોહર શેટ્ટી પોતે અંદર ઉતરી ગયા હતા.

મજુરે અંદર જવાની મનાઈ કરી :-

મળતી માહિતી મુજબ મનોહર શેટ્ટી કાદરી દક્ષિણ બેઠક પરથી કાઉન્સિલર છે. તેમને ફોન આવ્યો કે રસ્તા પર પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાઉન્સિલરના જણાવ્યા મુજબ કચરો ફસાઈ જવાના કારણે ગટરમાં પાણીનો નિકાલ બરાબર થઈ રહ્યો નહોતો. તેમણે પહેલા કામદારોને અંદર જઇને સફાઇ કરવાનું કહ્યું. જોકે ચોમાસાનું બહાનું કાઢીને કામદારોએ ના પાડી હતી. આ પછી, તેમણે મશીન મંગાવીને પાણી કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રયાસ સફળ થયો નહીં.

ફ્લેશલાઈટની મદદથી કરી સફાઈ :-

કાઉન્સિલર શેટ્ટી કહે છે કે જેટ ઓપરેટરને કચરો સાફ કરવા અંદર જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે પણ ના પાડી દીધી હતી. તેઓ કહે છે કે જ્યારે કોઈ પણ અંદર જવા તૈયાર ન હતું, ત્યારે મેં મેનહોલ પર જઇને સફાઇ કરવાનું નક્કી કર્યું. અંદરનું અંધારું જોઈને પાર્ટીના વધુ ચાર કાર્યકરો મારી સાથે આવ્યા. તે પછી અમે ફ્લેશલાઈટ દ્વારા સંપૂર્ણ સફાઇ કરી. તેમણે કહ્યું કે સફાઇ પૂર્ણ કરવામાં અડધો દિવસ લાગ્યો. આ પછી, રસ્તા પર એકઠું થયેલું પાણી સંપૂર્ણ રીતે સાફ થઇ ગયું.

લોકપ્રિયતા માટે કઈ નથી કર્યું, આતો મારી ફરજ હતી – Manohar Shetty

જ્યારે શેટ્ટી ગટરમાંથી બહાર આવ્યા, ત્યારે કોઈએ તેમનો ફોટો લીધો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને તે જોતાં જ આ તસવીર વાયરલ થઈ હતી. શેટ્ટી કહે છે કે ગટર સાફ કરવા માટે આપણે ફક્ત ગરીબ અને મજૂરો ઉપર દબાણ નથી આપી શકતા. તેમણે કહ્યું કે આપણે આ વિશે વિચારવું પડશે. તેથી જ મેં આ બધું કર્યું. જ્યારે ફોટો વાયરલ થયો, ત્યારે ભાજપના કાઉન્સિલર કહે છે કે મેં લોકપ્રિયતા માટે આ બધું કર્યું નથી. તે મારી ફરજનો એક ભાગ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *