ભાજપ માટે આજે દિવાળીનો આનંદ ! ચારે બાજુ મળ્યા જીતના સમાચાર

By | November 10, 2020

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)ની સાથે જ આજે બીજા રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. બિહાર ચૂંટણીમાં એક્ઝિટ પોલ (Exit Poll) ની ભવિષ્યવાણીને પલટતા ભાજપ (BJP)ના નેતૃત્વવાળી એનડીએ (NDA) બાજી મારતી દેખાઇ રહ્યું છે. એટલું જ નહીં અહીં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરતી દેખાય રહી છે. તેની સાથે જ બીજા રાજ્યોમાંથી પણ ભાજપ માટે ખુશખબરી આવવાની શરૂ થઇ ગઇ છે.

મધ્યપ્રદેશ (MadhyaPradesh)માં ભાજપ 28માંથી 20 સીટો પર આગળ છે. ઉત્તરપ્રદેશ (UttarPradesh)માં 7 સીટો પર પેટાચૂંટણીમાં ભાજપ 5માં આગળ ચાલી રહી છે. તો ગુજરાતની તમામ 8 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે. આમ હાલ તો એવો માહોલ સર્જાયો છે કે ભાજપ માટે આજે જ દિવાળી છે. તો આવો અમ તમને જણાવી કે કયા-કયા રજ્યોમાં પેટાચૂંટણીમાં કમલ ખિલવાની શકયતા છે.

મધ્યપ્રદેશમાં ભાજપ માટે ગુડન્યૂઝ, 20 સીટો પર આગળ :- મધ્યપ્રદેશની 28 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઇ. આ પેટાચૂંટણી શિવરાજ સરકાર માટે લિટમસ ટેસ્ટની જેવી હતી તેના પરથી એ નક્કી થશે કે શિવરાજ સીએમ બની રહેશે કે નહીં. જો કે ભાજપ હવે આ ટેસ્ટમાં પાસ થતું દેખાઇ રહ્યું છે. ભાજપ શરૂઆતના રૂઝાનોમાં 28 સીટોમાંથી 20 સીટો પર આગળ ચાલી રહ્યું છે. તેની સાથે જ ભોપાલ સ્થિત ભાજપ કાર્યાલયમાં જશ્ન પણ શરૂ થઇ ગયો છે. જો કે માર્ચ મહિનામાં જ્યોતિરાદિત્યા સિંધિયાની સાથે 22 ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ત્યારબાદ બીજા ત્રણ ધારાસભ્યો એ ભાજપનો છેડો પકડી લીધો હતો. તો ત્રણ ધારાસભ્યોના નિધન થતાં તેમની સીટો ખાલી પડી હતી.

યુપીમાં 5 સીટો પર ભાજપ આગળ, 1 પર આપી રહ્યું છે જોરદાર ટક્કર :- યુપીની 7 વિધાનસભા સીટો પર મતગણતરી ચાલુ છે. અહીં 5 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો એક સીટ પર સમાજવાદી પાર્ટીને જોરદાર ટક્કર આપી રહ્યા છે. યુપીના બુલંદશહેર, ટુંડલા, બાંગરમઉ, ઘાટમપુર, અને દેવરિયા સીટ પર ભાજપ સતત આગળ વધ્યું છે. તો નૌગાવાં સાદાતમાં માત્ર 634 વોટથી પાછળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઇએ કે યુપીમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં આ પેટાચૂંટણીના પરિણામો ખૂબ જ અગત્યના સાબિત થવાના છે. યુપીમાં સતત થઇ રહેલા ગુનાઓની ઘટનાના લીધે ભાજપ વિપક્ષના નિશાના પર હતું પરંતુ પેટાચૂંટણીના અત્યાર સુધીના રૂઝાન એ બતાવી રહ્યા છે કે લોકોને વિશ્વાસ હજુ પણ સત્તારૂઢ દળ પર બની રહ્યો છે.

ગુજરાતની તમામ 8 સીટો પર ભાજપ આગળ :- ગુજરાતની તમામ 8 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. અબડાસા, લીમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા સીટ પર પેટાચૂંટણી થઇ હતી. ગુજરાતની આઠ સીટો કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતા ખાલી થઇ હતી. આ ધારાસભ્યોએ જૂનમાં ભાજપ જોઇન કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું હતું કે કોંગ્રેસ માટે આ તમામ સીટોને પાછી મેળવવી મુશ્કેલ હશે અને હવે આ સાચું સાબિત થતું દેખાઇ રહ્યું છે.

કર્ણાટકની બંને સીટો પર ભાજપ આગળ :- કર્ણાટકની સીરા અને રાજરાજેશ્વરીનગર વિધાનસભા સીટો પર પણ પેટાચૂંટણી યોજાઇ હતી. બંને સીટો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. સીરાથી ડૉ.સીએમ રાજેશ ગૌડા અને રાજરાજેશ્વરી નગરથી મુનીરત્ના આગળ છે. તો કોંગ્રેસ બંને સીટો પર બીજા નંબર પર છે.

મણિપુરમાં બે પર જીત, બે પર ભાજપ આગળ :- આ જ રીતે મણિપુરની 5 સીટો લિલોંગ, વાંગજિંગ તેંઠા, સૈતૂ, અને વાંગોઇ સીટો પર પણ પેટાચૂંટણી યોજાઇ હતી. પાંચમાંથી અહીં બે સીટો પર ભાજપ જીતી ચૂકયું છે. તો બીજી બે સીટો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે એક સીટ પર અપક્ષના ઉમેદવારે જીત નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *