RSSના ગુપ્ત સર્વેમાં થયો ધડાકો, મધ્યપ્રદેશમાં 27 સીટો પર ભૂંડી રીતે હારી રહી છે ભારતીય જનતા પાર્ટી

By | September 7, 2020

મધ્યપ્રદેશમાં હવે પેટાચૂંટણી યોજાવાની છે. એવામાં પેટાચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા આરોપ-પ્રત્યારોપનો મારો ચાલવા લાગ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓનું ફોકસ ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં છે. ભાજપના કદાવર નેતા સતત આ વિસ્તારોમાં કેમ્પ કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ મોટો દાવ લગાવ્યો છે. સજ્જન સિંહે દાવો કર્યો છે કે, ભાજપ આરએસએસના સર્વેથી ડરેલી છે.

પેટાચૂંટણીમાં 27માંથી 27 સીટ હારશે ભાજપ

કોંગ્રેસના પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ કહ્યું કે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી  27 માંથી 27 બેઠકો પર ચૂંટણી હારી રહી છે. જનતા આ વખતે પેટા ચૂંટણીમાં ભાજપને નકારી કાઢશે. RSS દ્વારા કરવામાં આવેલા કથિત સર્વેને આધારે સજ્જનસિંહ વર્મા આ દાવો કરી રહ્યા છે. કોંગ્રેસ પેટાચૂંટણીઓમાં 27 પૈકી 27 જીતી રહી છે. ગ્વાલિયર-ચંબલ ડિવિઝનમાં 16 બેઠકો છે. ત્યાં ભાજપના 3 મોટા નેતાઓ ત્રણ-ચાર દિવસથી છાવણી કરી રહ્યા છે.

ભાજપની હારનું કારણ સિંધિયા બનશે 

સજ્જનસિંહ વર્માએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ અધ્યક્ષ વી.ડી.શર્મા અને કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ત્યાં પડાવ કરી રહ્યા છે. આરએસએસએ ભાજપને કહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના કારણે પાર્ટી એક પણ બેઠક જીતી શકશે નહીં. જોકે સજ્જનસિંહ વર્માએ તે કહ્યું ન હતું કે તેમને આ ઇનપુટ ક્યાંથી મળ્યો છે. તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયા પર પ્રહાર કરતાં કહ્યું કે ગ્વાલિયરમાં કોરોનાથી સેંકડો લોકોનાં મોત નીપજ્યાં, પરંતુ તેઓ પરિસ્થિતિને જાણતા નહોતા.

સિંધિયાને ભાજપના કેટલાય નેતા હજી પણ સ્વિકારવા તૈયાર નથી

અહીં નોંધપાત્ર વાત એ છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા તાજેતરમાં જ ગ્વાલિયરના પ્રવાસ પર હતા. આ સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્મા પણ સતત તે વિસ્તારમાં છાવણી કરી રહ્યા છે. આ સાથે બળવાખોર નેતાઓ સતત મળતા રહે છે અને વાતો કરે છે. બંને નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયાના પૂર્વ સંસદીય ક્ષેત્ર ગણામાં ભાજપના કાર્યકરોને પણ મળ્યા છે.

2 thoughts on “RSSના ગુપ્ત સર્વેમાં થયો ધડાકો, મધ્યપ્રદેશમાં 27 સીટો પર ભૂંડી રીતે હારી રહી છે ભારતીય જનતા પાર્ટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *