મુર્ખ ભાજપના કાર્યકર્તાઓ એ ચીનના વિરોધમાં કોરિયાના ‘કિમ જોંગ’ નું પૂતળું સળગાવ્યું, જુઓ વિડિઓ

By | June 19, 2020

ભારત ચીનના સીમા વિવાદ માં ૨૦ જેટલા ભારતીય સૈનિકો શહીદ થયા છે, જેથી દેશ આખામાં ચીનને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. એવામાં પશ્ચિમ બંગાળમાં એક એવી ઘટના સામે આવી છે જેનાથી ભાજપના કાર્યકર્તાઓનો ખૂબ મજાક ઉડી રહ્યો છે. બંગાળના આસનસોલમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ મોટી ભૂલ કરી દીધી. ચીનના વિરોધમાં આ લોકોએ ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ નું પૂતળું સળગાવી નાખ્યું.

આટલું જ નહીં પરંતુ, ભાજપના કાર્યકર્તાઓને પોતાની આ ભૂલની ભનક પણ ન લાગી. માઇક પર બીજેપી કાર્યકર્તા વીડિયોમાં કહી રહ્યા છે કે, અમે લોકો ચાઈના નો વિરોધ કરી રહ્યા છીએ. ચીનનો જે પ્રધાનમંત્રી કિમ જોંગ છે, અમે તેનું પૂતળું સળગાવીશુ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે ચાઇનાના પ્રોડક્ટ વાપરો નહિં અને સ્વદેશી અપનાવો. આપણે ચાઇનાને આર્થિક રીતે કમજોર કરવાની કોશિશ કરીશું.

વીડિયોમાં આસનસોલ ના બીજેપી અધ્યક્ષ ગણેશ કિમ જોંગ ને ચાઇનાના પ્રધાનમંત્રી ગણાવી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ મજા લઇ રહ્યા છે.

જણાવી દઈએ કે પૂર્વી લદાખ ની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. સોમવારની રાતે થયેલી આ ઘટનામાં બંને તરફથી જવાનો શહીદ થયા છે. ભારત તરફથી 20 જવાનો શહીદ થયા, જ્યારે ચીને પણ માન્યું કે તેમના 30 જવાનો મૃત્યુ પામ્યા છે.

ચીનની આ ક્રૂરતા બાદ ભારત આખામાં લોકો ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે ચીની ફૂડ અને રેસ્ટોરન્ટ નો બહિષ્કાર કરવાની માંગ કરી છે. જ્યારે બિહાર ના પૂર્વ સાંસદ પપ્પુ યાદવને પણ ચીની મોબાઈલ કંપની ના પોસ્ટર પર શાહી રેડીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *