BJP કાર્યકરના જન્મદિવસની ઉજવણી : તલવારથી કેક કાપી અને દારૂની મહેફિલ જમાવી

By | July 11, 2020

ગુજરાતમાં દારૂબંધી છે પણ ફક્ત કહેવા પૂરતી. આ વાત ખુદ ભાજપના યુવા કાર્યકરે સાબિત કરી દીધી. મહિસાગર જિલ્લાના વીરપુરા તાલુકાનો એક વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થયો છે. જેમાં ભાજપના યુવા કાર્યકર કવન પટેલના જન્મ દિનની ઉજવણી માટે મોટી સંખ્યામાં જોડાયેલા તેમના સમર્થકોએ બીયરનો જાણે વરસાદ કર્યો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જોકે આ વિડિયોમાં એ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે સરકારે ફરજીયાત સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની જાહેરાત કરી છે, તેનુ પણ પાલન કરવામાં આવ્યું નથી.

આ બનાવ સંદર્ભે મળતી માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના વીરપુરા તાલુકાના ભાજપના યુવા કાર્યકર કવન પટેલ દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી કરવા માટે તેના સમર્થકોએ વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જન્મદિનની ઉજવણી કરવા માટે જોડાયા હતા. સ્થળ પર મોટી સંખ્યામાં હાજર એક પણ વ્યક્તિ સોશીયલ ડિસ્ટન્સીંગનુ પાલન કરતુ વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળી નથી.

ઉપરાંત કવન પટેલ એક તરફ કારના બોનેટ પર મુકેલા એક કરતા વધુ કેક તલવાર વડે કાપી રહ્યા છે. તો બીજી તરફ તેમના સમર્થકો જાહેરમાં બીયરની છોળો ઊડાડતા નજરે પડે છે. જોકે આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી હતી. ભાજપના કાર્યકર્તાનો આ વીડિયો જોતજોતામાં સોશીયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

વીડિયોમાં એક પણ વ્યક્તિએ માસ્ક પણ નથી પહેર્યું. શું આ યુવા કાર્યકરને 200 રૂપિયા દંડ થશે ખરો? એના સાથી પાસેથી દંડ વસુલવામાં આવશે? કે કાયદા ફક્ત સામાન્ય જનતા માટે જ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *