બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા, 6 દિવસ પહેલા તેમની મેનેજરે પણ કરી હતી આત્મહત્યા

By | June 14, 2020

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. બિહારના પૂર્ણિયા ના નિવાસી સુશાંતે મુંબઈ સ્થિત બાંદ્રામાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી. સુશાંતસિંહે ‘કિસ દેશ મે હે મેરા દિલ’ નામના ડેલી શોપ થી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની ઓળખાણ એકતા કપૂરના ધારાવાહિક ‘પવિત્ર રિસ્તા’ થી બની. આ ઉપરાંત સુશાંત ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘કાઈ પો છે’ માં સુશાંતસિંહ મુખ્ય અભિનેતા હતા અને તેમના અભિનયની ખૂબ ચર્ચા પણ થઇ હતી. આ ઉપરાંત સુશાંતસિંહ ‘શુદ્ધ દેશી રોમાંસ’ મા વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે દેખાયા હતા. ‘એમ.એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ માં સુશાંત ધોની નો રોલ ભજવ્યો હતો.

આશ્ચર્યજનક વાત તો એ છે કે સુશાંત સિંહ રાજપૂત ની પૂર્વ મેનેજર દિશા સાલિયાને પણ ૮ જૂનના રોજ બિલ્ડીંગ થી કૂદીને આત્મહત્યા કરી હતી. દિશાએ 14માં માળેથી કૂદીને જીવ આપ્યો હતો. તેને બોરીવલી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જયાં તેને મૃત જાહેર કરી.

તેની આત્મહત્યા પાછળનું કોઈ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. સુશાંત સિંહ રાજપૂત સિવાય તેણે ભારતી સિંહ અને વરુણ શર્મા જેવા કલાકારોનું પણ કામ સંભાળ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *