અમિતાભ બચ્ચને ચાર ફ્લાઈટ થી 700 પ્રવાસી મજુરોને ઘરે મોકલ્યા

By | June 13, 2020

કોરોના વાયરસ ની મહામારી એ બધાને પાછળ ધકેલી દીધા છે. દરરોજ સ્થળાંતર થયેલા મજૂરોની તસ્વીર આપણી સામે આવે છે, તેમજ આ દરમિયાન મજૂરોને પોતાને ઘરે પહોંચાડવામાં બોલિવૂડના કેટલાક હાથ આગળ આવ્યા છે. તેમાં સોનુ સુદની સાથે અમિતાભ બચ્ચન નું નામ પણ સામેલ છે.

સદીના મહાન અભિનેતા કહેવાતા બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન એ આ મહામારી ની વચ્ચે મુંબઈ થી 700 પ્રવાસી મજૂરોને તેમના ઘર ઉત્તર પ્રદેશ મોકલવા માટે ચાર સ્પેશિયલ ફ્લાઇટ ની વ્યવસ્થા કરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે મુંબઇથી બે વધારાની ફ્લાઇટ એ પણ ઉડાન ભરી છે. અમિતાભ બચ્ચન આ પ્રવાસી મજૂરો માટે એક ટ્રેન પણ બુક કરાવવા માગતા હતા, પરંતુ કોઇ કારણવશ તે સંભવ થઇ શક્યું નહીં.

આ ફ્લાઇટનું પ્રબંધ અમિતાભ બચ્ચન ની કંપની AB કોર્પ લિમિટેડ ના મેનેજીંગ ડિરેક્ટર રાજેશ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઈથી પ્રવાસી મજૂરોને લઈને આ ફ્લાઇટ અલ્હાબાદ, ગોરખપુર અને વારાણસી માટે રવાના થઇ.

આની સાથે અમિતાભ બચ્ચન દ્વારા 10 બસોનું પણ પ્રબંધ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા 300 પ્રવાસી મજૂરોને ઉત્તર પ્રદેશના વિભિન્ન હિસ્સા સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું હતું.

નોંધ પાત્ર એ છે કે મુંબઈ સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત શહેર છે, જે કોરોનાવાયરસ ના 52 હજાર થી વધારે કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *