સુરતના બિલ્ડરે બેઘર લોકો માટે આપી સુવિધા, દોઢ હજારમાં ઈચ્છે ત્યાં સુધી રહી શકશે

By | September 16, 2020

ગુજરાતમાં સુરતના એક બિલ્ડરે જે રીતની માનવતા બતાવી છે તેના માટે લોકો તેમને દુઆઓ આપી રહ્યા છે. અહીં ઓલપાડના ઉમરામાં પ્રકાશ ભાલાણી નામના બિલ્ડરે રુદ્રાક્ષ લેક પેલેસ નામની મોટી આવાસીય ઈમારત તૈયાર કરાવી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે હાલમાં કોઈ ફ્લેટ નહોતુ લઈ રહ્યુ માટે બિલ્ડરે નક્કી કર્યુ કે તે પોતાના ફ્લેટોને કોરોના સંકટથી મુશ્કેલીમાં આવેલા લોકોને રહેવા માટે આપશે. નવાઈની વાત એ છે કે દોઢ હજાર રૂપિયા ચૂકવીને તમે આ નવા ફ્લેટ્સમાં જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી રહી શકો છો. પાણી અને વાઈફાઈની પણ સરસ સુવિધા છે.

1500 માં ઈચ્છો ત્યાં સુધી રહી શકો છો

આ રીતે પોતાની આ નવ નિર્મિત બિલ્ડીંગમાં પ્રકાશ ભાલાણીએ ઘણા બધા જરૂરિયાતમંદ પરિવારોને આશ્રય આપ્યો છે. ભાલાણીનુ કહેવુ છે કે આ મોટા અને નવા ફ્લેટ્સનુ કોઈ ભાડુ નથી લીધુ. હા, મેઈન્ટેનન્સની રકમ તરીકે માત્ર 1500 રૂપિયા લઈ રહ્યા છે. જે લોકો ફ્લેટોમાં ભાડાની ચૂકવણી કરવામાં અસમર્થ છે તેમને આનાથી મોટી રાહત મળશે. કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ દોઢ હજાર રૂપિયામાં જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે.

આ કારણથી લોકો ને ભાડા વગર આપી રહ્યા છે ફ્લેટ

ભાલાણીનુ કહેવુ છે કે વર્તમાન સંકટ વચ્ચે જરૂરિયાતમંદોની મદદ કરીને સમાજને સારો સંદેશ આપવાનો મોકો છે. અમે જોઈ રહ્યા છે કે મહામારીના આ દોરમાં ચારે ચરફ ત્રાહિમામ મચી ગયો છે. લોકોની નોકરીઓ જઈ રહી છે. જેમની નોકરીઓ બચી છે તેમને છટણીનો ડર સતાવી રહ્યો છે. જે લોકો મોંઘા ફ્લેટ્સ લઈને રહેતા હતા તે પણ ટકી શક્યા નથી. લોકો બેઘર થઈ ગયા. એવામાં રુદ્રાક્ષ લેક પેલેસ નામની પોતાની બનાવેલી બિલ્ડિંગમાં જરૂરિયાતમંદ ઘણા પરિવારોને આશ્રય આપ્યો છે.

ફ્લેટ મળતા ગ્રાહકનો પ્રતિભાવ

ભાલાણીના ફ્લેટમાં રહેનાર એક મહિલા આશા નિભાવત બોલ્યા, ‘મારા પતિનો વેપાર સારો નહોતો ચાલી રહ્યો. માટે અમે ભાડુ આપી શકતા નહોતા. અમારા મકાન માલિકે અમને ઘર છોડવા માટે કહ્યુ. બાદમાં અમે પોતાના ગામ જવા માટે નીકળી રહ્યા હતા અને આ દરમિયાન અમે રુદ્રાક્ષ લેક પેલેસની એક જાહેરાત જોઈ. ત્યારે અમે તેના બિલ્ડરનો સંપર્ક કર્યો. પછી ખૂબ ખુશી થઈ કે અમને 1500 રૂપિયામાં અહીં રહેવા માટે બોલાવવામાં આવ્યા છે. અમે જ્યાં સુધી ઈચ્છીએ ત્યાં સુધી રહેવા માટેની અનુમતિ છે. અમે ખરેખર ખૂબ ખુશ છીએ. આ બિલ્ડર તો અમારા માટે ભગવાનની જેમ છે.’

ફ્લેટ ખાલી કરવાની કોઈ સમય સીમા નથી

ભાલાણીએ કહ્યુ, ‘અમારા માટે સૌથી સારી વાત એ છે કે અહીં આવનારા લોકો જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. તેમની પાસે ફ્લેટ ખાલી કરાવવાની કોઈ સમય સીમા નથી કારણકે અમે આ સંકટને સમજી રહ્યા છે. લૉકડાઉન પછી, અનલૉક-1 દરમિયાન લોકો જ્યારે સતત પોતાનુ બધુ ગુમાવી રહ્યા હતા. ઘણા પાસે કામ નહોતુ. તેમના વ્યવસાય પ્રભાવિત થયા હતા. તે હજુ પણ પોતાના લક્ષ્યો પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા બધા લોકો ભાડુ આપવા માટે સક્ષમ નથી. ત્યારે અમને આ સુવિધા આપી છે જે લોકોને ખૂબ જ ગમી છે.’

સોશીયલ મીડીયાની જાહેરાત દ્વારા પહોંચ્યા લોકો

તેમણે કહ્યુ, સુરત શહેરના એક રહેવાસીએ મને પોતાનો સામાન રાખવા માટે એક રૂમ આપવાનો અનુરોધ કર્યો કારણકે તે પોતાના ગામ જઈ રહ્યો હતો. મે તેેને એક રૂમ આપ્યો અને વિચાર્ય કે તેના જેવા ઘણા લોકોને આશ્રયની જરૂર છે. બાદમાં બિલ્ડરે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફ્લેટ્સ વિશે પ્રચાર કર્યો અને બાદમાં ઘણા લોકો આશ્રયની શોધમાં તેમની પાસે પહોંચ્યા.

શું કામ ફકત 1500 રૂપિયા?

ભાલાણી કહે છે, ‘એ સાચુ છે કે અમે 1500 રૂપિયા લઈએ છે. પરંતુ આ માત્ર મેઈન્ટેનન્સ તરીકે લીધા જેમાં તેમને વાઈફાઈ અને પાણીની સુવિધા મળી રહી છે. અમે કોઈ ભાડુ નથી લેતા. 42 ફ્લેટ્સમાં લોકો અહીં રહે છે અને લોકો હજુ પણ આવી રહ્યા છે. અમારી પાસે અહીં કુલ 92 ફ્લેટ્સ છે અને બચેલા ફ્લે્ટ્સ પણ લોકોને જરૂરતના હિસાબે આપવામાં આવશે. પછી તે ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *