કંપની માલિકોના દબાણથી CA યુવતી એ કર્યો આપઘાત, નોકરી પર પરત નહિ આવે તો કેસની પણ આપી હતી ધમકી

By | July 4, 2020

લોકડાઉન વચ્ચે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. એવામાં સુરતમાં CA યુવતીની આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી એક યુવતીએ નોકરીના દબાણને કારણે આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરનારી છોકરી કંપનીમાં CA તરીકે નોકરી કરતી હતી. તેને સતત કંપનીના માલિકો તરફથી દબાણ આવી રહ્યું હતું કે તે પોતાની નવી કંપની છોડી અને જૂની કંપનીમાં કામ પર પાછી ફરે. નોકરીના દબાણથી કંટાળીને તેણે પોતાના જ ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પુત્રીની ખોટ પર પરિવારના સભ્યો શોક વ્યક્ત કરી રહ્યા છે. પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ધર્મરાજા સોસાયટીની 26 વર્ષીય છોકરી પંછીલા લુનાગરિયા છેલ્લા દોઢ વર્ષથી અગ્રવાલ એન્ડ ધંધાડીયા કંપનીમાં CA તરીકે નોકરી કરતી હતી. કોરોના રોગચાળાને કારણે કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉનની જાહેરાત કર્યા પછી પંછીલાએ કંપની છોડી દીધી હતી, પરંતુ કંપની માલિકો દ્વારા કામ પર આવવા માટે તેના પર સતત દબાણ હતું. તે પણ જાણવા મળ્યું છે કે અગ્રવાલ એન્ડ ધંધાડીયા કંપનીના માલિકો, અગ્રવાલ અને સંજય, યુવતીએ નોકરી છોડ્યા બાદ નોકરી પર પરત આવવા દબાણ કરી રહ્યા હતાં. કરાર તોડશે તો દાવો માંડવાની પણ તેમને ધમકી આપવામાં આવી હતી. તે કંપનીના માલિકો સાથે મતભેદ થવાના કારણે સતત માનસિક તાણમાં હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર કંપનીના દબાણ ને કારણે કામ પર આવ્યાં બાદ પાંછીલાએ ઘરે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં તેઓએ તરત જ તેમની પુત્રીની આત્મહત્યા અંગે સરથાણા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘટનાની પ્રાથમિક તપાસ બાદ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પરિવારજનોની ફરિયાદ મળતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *