12 કોમર્સના વિદ્યાર્થીઓ આ અચૂક વાંચે, જાણો પરિણામ આવ્યા પછી કયાં-કયાં કોર્સ પસંદ કરી શકો છો

By | June 6, 2020

આગામી 10 જૂને ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થવાનું છે. ધોરણ 12 એ વિદ્યાર્થીના જીવનનું સૌથી મહત્વનું વર્ષ હોય છે. 12મુ ધોરણ પાસ કરીને તેમણે પોતાના જીવનની કારકીર્દી અંગે મહત્વનો નિર્ણય લેવાનો હોય છે. એવામાં ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે. તેમને જાણ જ નથી હોતી કે પોતાને 12 પછી શું કરવાનું છે. જેથી તેઓ કોઈની વાતમાં આવીને ખોટા નિર્ણયો લઇ બેસે છે અને પછતાવાનો વારો આવે છે.

તમે તમારી કારકીર્દી અંગે જાતે નિર્ણયો લઇ શકો તે માટે અમે તમને 12 પછી કઈ-કઈ લાઈન લઇ શકાય તે અંગે પુરી જાણકારી આપવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 પછી થતા વિવિધ કોર્સ અને તેમની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે.

1)Bachelor of commerce(b.com) :- કોમર્સ પાસ કર્યા પછી બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બધાથી સારો વિકલ્પ b.com હોય છે. B.com કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ 3 વર્ષની એક અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી છે. જો તમે ભવિષ્યમાં આગળ ચાલીને બિઝનેસમાં જોડાયેલા ક્ષેત્રમાં કંઈક કરવા માંગો છો તમારું તો તમારે ઘણી બધી વસ્તુ જેવી કે બિઝનેસ પ્લાનિંગ, એકાઉન્ટ વગેરે વસ્તુઓ ની જાણકારી હોવી જરૂરી છે જે તમે b.com કરીને મેળવી શકો છો.

2) Bachelor of business administration (BBA) :- બાદ વિદ્યાર્થીઓએ આ કોર્સને પણ ઘણા પસંદ કર્યો છે. B.com ની જેમ જ આ પણ 3 વર્ષની અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી છે જે તમે ૧૨ ધોરણ પછી કરી શકો છો. આ કોર્સમાં તમને બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ જેવા સબ્જેક્ટ વિશે ભણાવવામાં આવે છે. આ કર્યા પછી તમે MBA પણ કરી શકો છો અથવા આ ડિગ્રી પછી તમે નોકરી પણ શોધી શકો છો.

3) Bachelor in hotel management (BHM) :- આ કોર્સ 4 વર્ષનો કોર્સ છે. આ કોર્સ એ લોકો માટે સૌથી સારી પસંદગી છે જે હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. આ કોર્સથી સ્ટુડન્ટ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવી શકે છે.

4) Bachelor in computer application (BCA) :- આ એવો કોર્સ છે જે ધોરણ 12 પછી ફક્ત સાયન્સ સ્ટ્રીમ જ નહીં પરંતુ કોમર્સ સ્ટ્રીમ ના વિદ્યાર્થી પણ કરી શકે છે. આ ત્રણ વર્ષની અંદર ગ્રેજ્યુએટ ડિગ્રી છે. આ કોર્સ કર્યા પછી તમે કોઈપણ IT કંપનીમાં સોફ્ટવેર પ્રોગ્રામર ની જોબ મેળવી શકો છો. જો તમે ઈચ્છો તો ત્રણ વર્ષ BCA કર્યા પછી તમે MCA પણ કરી શકો છો. જેનાથી તમારી વેલ્યુ વધશે અને તમને સોફ્ટવેર એન્જિનિયર સુધીની નોકરી મળી શકશે.

5) chartered accountancy(CA) :- ઘણા લોકો CA બનવા ની તૈયારી ગ્રેજ્યુએશન ખતમ કર્યા પછી કરે છે જેનાથી તમારે એકઝામ પાસ કરવામાં મુશ્કેલી પડે છે જો તમે એની તૈયારી કરવા માંગતા હોય તો 12 ધોરણ પાસ કર્યા પછી તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તેની શરૂઆત CPT એટલે કે common proficiency test થી થાય છે જેને પાસ કર્યા પછી તમારે information technology training માં સો કલાક ટ્રેનિંગ કરવાની હોય છે. તેના પછી તમે articled assistant અને audit assistant ના રૂપમાં 18 મહિના સુધી કામ કરી શકો છો. તેના પછી તમારે professional competence examination એટલે કે PCE ની એકઝામ આપવી પડે છે. એના પછી તમારે હજી એક એક્ઝામ આપવી પડે પછી તમે બની શકો.

6) institute of company secretaries of India(ICSI) :- આ કોર્સ કંપની સેક્રેટરી માટે છે. તેમાં પણ વિદ્યાર્થીઓ માટે સારો scope છે. આ કોર્સ 3 પગલાંમાં પૂરો થાય છે તેની શરૂઆત 8 મહિનાના ફાઉન્ડેશન કોર્સ થી થાય છે. જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો તમારે ફાઉન્ડેશન કોર્સ કરવાની જરૂર નથી. ફાઉન્ડેશન કોર્સ પછી બીજું પગલું એક્ઝિક્યુટિવ હોય છે. અને તેના પછી છેલ્લું અને ત્રીજું પગલું પ્રોફેશનલ હોય છે.પ્રોફેશનલ કોર્સ કર્યા પછી કેન્ડિડેટ ને 16 મહિના સુધી અનુભવી કંપની સેક્રેટરી સાથે કામ કરવાનું હોય છે. તેના પછી તે ICSI એસોસિએટ સદસ્ય અને પોતે કંપની સેક્રેટરી બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *