ચંદ્રાવલી દત્તા કોરોના વૈકસીન બનાવવા વાળી ટીમનો હિસ્સો છે જે અમેરિકામાં આવેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીના પરીક્ષણ ના બીજા અને ત્રીજા ચરણમાં છે. તે ત્યાં કોલેટી ઇન્સ્યોરન્સ મેનેજર તરીકે કામ કરે છે. અને કહે છે કે ‘તે આ ટીમનો હિસ્સો બનીને બહુ ગૌરવ અનુભવી રહી છે, આખી દુનિયાની આશા અમારા પર છે.’ કોલકાતામાં જન્મેલી અને ભણેલી ચંદ્રાવલી દત્તા આ યુનિવર્સિટીમાં કામ કરે છે. કોરોના વૈકસીન નું ટ્રાયલ હવે બીજા અને ત્રીજા ચરણમાં ચાલી રહ્યું છે. એવામાં આશા રાખવામાં આવી છે કે વૈકસીન કોરોના જેવા ખતરનાક વાયરસનો નાશ કરવામાં સફળ થશે.
મિસ ચંદ્રાવલી દત્તા પોતાના વિશે કહે છે કે ‘તેમણે પોતાની એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી નું ભણતર કોલકત્તામાં પુરુ કર્યું હતું. તેમને નાનપણથી જ જીવવિજ્ઞાન અને ગણિત જેવા વિષયો ગમે છે. જોકે તેમણે કોમ્પ્યુટર સાયન્સ ની પણ શિક્ષા લીધી છે અને ભારતમાં એસોસિએટ સોફ્ટવેર એન્જીનીયર તરીકે પણ કામ કર્યું છે. પરંતુ તેમને આ ફિલ્ડ પસંદ ન આવી અને તેઓ ફરીથી બાયોટેક ક્ષેત્રમાં જતા રહ્યા.’

દત્તા કહે છે કે “તેમના નાનપણના મિત્રો નોટિંગહામ માં ભણે છે અને તેમણે જ મને યુકેમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરી છે. યુનાઈટેડ કિંગડમ મહિલાઓની સમાનતા ના વિશે ઘણું સારું છે. એટલા માટે જ મેં અહીંયા થી બાયોટેક માં માસ્ટરની ડિગ્રી લેવાનો નિર્ણય લીધો.”
મિસ દત્તા કહે છે કે “આપણા દેશને છોડીને અહીં આવવું મુશ્કેલ હતું. કારણકે મારી માતા નહોતા ઇચ્છતી કે તેમની એક ની એક સંતાન ભણતર માટે બીજા દેશમાં જાય, પરંતુ મારા પિતા હંમેશાથી મારી સાથે હતા અને ઇચ્છતા હતા કે હું મારા સપના ને પુરા કરું.”
કપરી મહેનતને અંતે તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં નોકરી મેળવી અને હવે તેઓ આ બધાથી વધારે ચર્ચિત કોરોના વૈકસીનના પ્રોજેક્ટ પર કામ કરે છે.