PM મોદીએ કરી દીધો ઇશારો, હવે યુવતીઓની લગ્નની ઉંમરમાં થશે ફેરફાર

By | August 15, 2020

યુવતીની લગ્નની ઉંમરનો મુદ્દો દેશમાં કાયમી ધોરણે ચર્ચામાં રહ્યો છે. સમયાંતરે જ્યારે બાળવિવાહના કેસ સામે આવે ત્યારે આવી ચર્ચાઓ શરૂ થાય છે. ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી વિચાર કરી રહ્યાં છે. છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર 18 થી વધારીને 21 થાય તેવી શક્યતા છે. તેનાથી છોકરીઓના જીવનમાં કેટલાંય ફેરફાર આવશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગરીબ બહેન તથા દીકરીઓના આરોગ્યની ચિંતા આ સરકાર કરી રહી છે. જન ઔષધી કેન્દ્રમાં માત્ર 1 રૂપિયામાં સેનિટરી પેડ પ્રાપ્ય કરાવ્યા છે. છ હજારથી વધારે જનઔષધી કેન્દ્રમાં ટૂંક જ સમયમાં આશરે 5 કરોડથી વધારે પેડ પ્રાપ્ય કરાવ્યા છે. જે આ દીકરીઓ સુધી પહોંચી ગયા છે. દીકરીઓમાં કુપોષણ ખતમ થાય અને લગ્નની યોગ્ય ઉંમર શું હોવી જોઈએ એ માટે એક કમિટી તૈયાર કરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ યુવતીઓની લગ્નની ઉંમર અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

નાણાંમંત્રી સીતારમણએ પણ ઉંમરમાં ફેરફારની વાત ને સમર્થન આપ્યું હતું

નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પાછલા બજેટ ભાષણમાં કહ્યું હતું કે મહિલાની માતા બનવાની યોગ્ય ઉંમર અંગે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવાશે. નાણાંમંત્રી સીતારમણ બાદ હવે પીએમ એ પણ ટાસ્ક ફોર્સના રિપોર્ટ બાદ દીકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચારની વાત કહી છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સરકાર પર છોડ્યો હતો

મળતી માહિતીનું માનીએ તો સુપ્રીમ કોર્ટનો ઑક્ટોબર 2017મા એક ચુકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારથી દીકરીઓને બચાવા માટે બાળ વિવાહ સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવા જોઇએ. સુપ્રીમ કોર્ટે લગ્ન માટે ન્યૂનતમ ઉંમર અંગે નિર્ણય લેવાનું કામ સરકાર પર છોડી દીધું હતું. માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લઇ સરકારે કવાયદ શરૂ કરી છે.

એક અધિકારીએ કહ્યું કે લગ્ન માટે છોકરી અને છોકરાની ન્યૂનતમ ઉંમરને એક સમાન રાખવી જોઇએ. જો માતા બનવાની કાયદાકીય ઉંમર 21 વર્ષની નક્કી કરી દેવાય તો મહિલાની બાળક પેદા કરવાની ક્ષમતાવાળા વર્ષોની સંખ્યા આપો આપ ઘટી જશે.

આ કોરોના વાયરસની મહામારીના કાળમાં રમતગમત ક્ષેત્રે ધ્યાન જવું જોઈએ. આ માટે આત્મનિર્ભરની સૌથી મોટી સમજ આ સંકટકાળે આપી છે અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધવાનું છે. કોરોનાકાળની પહેલા આપણા દેશમાં માત્ર એક જ ટેસ્ટિંગ લેબ હતી. આજે દેશના દરેક ખૂણામાં ફેલાયેલું 1400 લેબનું નેટવર્ક છે. જે કામ કરી રહ્યું છે. જ્યારે કોરોના મહામારી આવી ત્યારે એક દિવસમાં માત્ર 300 ટેસ્ટ થતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *