લગ્નપ્રસંગની બાબતે સરકારના નિયમમાં ફેરફાર, અમર્યાદિત મહેમાનોને આમંત્રણ આપી શકાશે

By | August 24, 2020

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસની મહામારી યથાવત છે. ત્યારે આ મહામારીથી મુક્તિ મેળવવા માટે  શરૂઆતના તબક્કમાં સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું ત્યાર પછી વિવિધ અનલોકના તબક્કે લોકડાઉન ખોલ્યું હતું. જેમાં ઘણા બધા વેપાર ધંધાને પણ અસર થઈ હતી. કોરોનનો ચેપ લાગતો અટકાવવા માટે લગ્નપ્રસંગમાં મર્યાદિત 50 મહેમાનોની સંખ્યા કરવામાં આવી હતી. તે દરમિયાન ઘણા લગ્નપ્રસંગો પણ ઉજવાયા હતા.

લગ્નપ્રસંગમાં હવે અમર્યાદિત મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ  

અનલોક બાદ સરકારે હવે લગ્નપ્રસંગ બાબતે પણ નિયમમાં છૂટ આપી છે. જેમાં અમર્યાદિત મહેમાનોને આમંત્રિત કરી શકાશે. તેમજ તમામ તકેદારી પણ રાખવી પડશે. અહીં એ બાબત ઉલ્લેખનીય છે કે પ્રસંગમાં વધુ પ્રમાણમાં મહેમાન બોલાવી શકાશે, ત્યારે સરકારે આ માટે નિયમ કર્યો છે કે જેટલા મહેમાનો બોલાવો તેમનાથી બમણી ક્ષમતા વાળું સમારોહ સ્થળ, હોલ કે ગાર્ડન હોવું જરૂરી છે.

લગ્નસ્થળના 50% ક્ષમતા જેટલા મેહમાન ને જ બોલાવી શકાશે 

એટલકે હવે જ્યાં લગ્ન યોજાવાના છે તે લગ્નસ્થળના 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 મહિનાથી બંધ રહેલા તમામ સામાજીક, સાંસ્કૃતિક, રાજકીય, અન્ય પ્રસંગો પણ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે કે પ્રવાસન-સંસ્કૃતિના ક્ષેત્ર ઘાતક મહામારીના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સેક્ટર્સ પૈકી એક છે, ઉલ્લેખનીય છે કે હોટલ્સ- રેસ્ટોરેન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝની રેવન્યુનો સૌથી મોટો હિસ્સો આ સ્થળ પર યોજાતી મીટીંગ્સ, મોટી કોન્ફરન્સ તથા એક્ઝિબિશનથી પ્રાપ્ત થાય છે. ત્યારે આ મામલાની ગંભીરતા લઈને કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસના કારણે આ ક્ષેત્રે ભારે મંદી  

જેમાં જણાવવામાં આવ્યું છે કે હોટેલ્સના જે પણ બેન્કવેટ હોલ, કોન્ફરન્સ રૂમ્સમાં 50% ક્ષમતામાં લોકોને આંમત્રિત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ઘાતક વાયરસને કારણે આ ક્ષેત્રે સંકળાયેલા લોકોને ભારે મંદીનો સામનો કરવો પડ્યો  છે. ત્યારે આ મામલે સંજ્ઞાતા લઈને રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આ અરજી અંગે વિચારણા થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *