દેશમાં કોરોનાની સૌથી સસ્તી દવા, એક ટેબ્લેટની કિંમત ફક્ત 27 રૂપિયા

By | August 16, 2020

કોરોના રોગચાળાના વધતા સંક્ર્મણ વચ્ચે ભારત સહિતના વિશ્વના મોટા દેશો તેની વેક્સિન શોધવામાં લાગી ચુક્યા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક સમયથી કોરોના સારવાર માટે ઘણી દવાઓ પણ બજારમાં આવી ચુકી છે. કોરોનાની સારવારમાં અસરકારક સાબિત થનાર દવા ફેવિપીરાવીરને ઘણી કંપનીઓ દ્વારા જુદા જુદા નામથી બજારમાં વેચી રહ્યા છે. અત્યાર સુધી આ દવા 33 રૂપિયાથી 75 રૂપિયા પ્રતિ ટેબ્લેટની કિંમતમાં ઉપલબ્ધ હતી. પરંતુ, ગુરુવારે એમએસએન ગ્રૂપે ‘ફેવિલો’ નામથી આ દવાનું સૌથી સસ્તું વર્ઝન લોન્ચ કર્યું હતું. મળતી માહિતી મુજબ, હવે બીજી કંપની પણ એનાથી પણ સસ્તી દવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હૈદરાબાદ સ્થિત લી-ફાર્મા કંપની એન્ટિ વાયરલ ડ્રગ ફેપિરાવીરને ફારાવિરના નામથી લોન્ચ કરી હતી. આ દવા 200 મિલિગ્રામ ટેબ્લેટ્સમાં ઉપલબ્ધ હશે, જેની એક ટેબ્લેટની કિંમત માત્ર 27 રૂપિયા છે. જોકે અત્યારે દવા લોન્ચ થવાની ફક્ત જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ ઘોષણા મુજબ જો દવાની કિંમત સમાન રહે છે, તો તે અત્યાર સુધીની સૌથી સસ્તી ફેવિપિરાવીર દવા હશે. અત્યાર સુધીની સસ્તી દવા MSN ગ્રુપની છે. ‘ફેવિલો’ નામની આ દવાના ટેબ્લેટની કિંમત 33 રૂપિયા છે.

ફેવીપીરાવીર દવા કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં મદદરૂપ સાબિત થઈ છે. ત્યારબાદ ઘણી કંપનીઓએ આ દવાને વિવિધ નામે ભારતીય બજારમાં લોન્ચ કરી છે. લિ-ફાર્માના ડિરેક્ટર રઘુ મિત્રા એલ્લાના જણાવ્યા અનુસાર, આ દવાના ઉત્પાદન માટે કંપનીને ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીજીસીઆઈ) ની મંજૂરી મળી ગઈ છે.

આ પહેલા ગુરુવારે જેનરિક ફાર્મા કંપની MSN ગ્રૂપે કોરોનાની સૌથી સસ્તી દવા ‘ફેવિલો’ શરૂ કરી હતી. જો કે, 200 મિલિગ્રામ ફેવિપિરાવીરના ટેબ્લેટની કિંમત 33 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે કોરોના દર્દીઓ માટે ડોઝની ગોળીઓની સંખ્યા ઘટાડવા માટે ફેવિપિરાવીરની 400 એમજી ટેબ્લેટ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ અગાઉ એમએસએન જૂથની કંપનીએ ઓસ્લો નામથી એન્ટિવાયરલ દવા ઓસેલ્ટામિવિરે શરૂ કરી હતી.

કંપનીનું નામ દવાનું નામ  – રૂપિયા
લિ-ફાર્મા ફારાવીર – 27
Msn જૂથ ફેવિલો  – 33
જેનવર્ટ ફાર્મા ફેવિવેન્ટ – 39
સન ફાર્મા ફ્લુગાર્ડ – 35
લ્યુપિન કોવિહાલ્ટ – 49
હેટોરો ફેવીવીર – 59
બ્રિન્ટન ફાર્મા ફેવિટન – 59
સિપ્લા સિપ્લેન્ઝા – 68
ગ્લેનમાર્ક ફાર્મા ફેબીફ્લુ – 75

ફેવિપિરાવીર ડ્રગનો ઉપયોગ ઈન્ફ્લૂએન્ઝામાં થાય છે. જાપાની કંપની ફૂજીફિલ્મ હોલ્ડિંગ કોર્પે મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરે છે. એફએચસી તેને એવિગન નામથી બજારમાં વેચે છે. કોરોનાની સારવારમાં તેની પ્રભાવકારિતા તપાસવા માટે ટ્રાયલ થયા હતા. જેમાં દવા હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ માટે મદદગાર સાબિત થઈ. તે પછીથી ડીજીસીઆઈના એપ્રુવલ મળ્યા પછી ઘણી કંપનીઓએ અલગ અલગ નામથી દવા બજારમાં ઉતારી.

એક ગોળીની કિંમત રૂપિયા 27 રાખવામાં આવી
લિ-ફાર્માના ડિરેક્ટર રઘુ મિત્રા એલ્લાના જણાવ્યા અનુસાર, ફારાવીરને વિશાખાપટ્ટનમના એક પ્લાન્ટમાં બનાવવામાં આવશે. તેમનું કહેવું છે કે કંપનીમાં દવાઓ બનાવવાની ઘણી ક્ષમતા છે. કંપની એક મહિનામાં 60 લાખ ગોળીઓ બનાવી શકે છે. આ દવા આગલા મહિને લોન્ચ થઈ શકે છે. અમારી કોશિશ રહેશે કે આ દેશના તમામ ખૂણાઓમાં આ દવા પહોંચે. જો કે અમે પહેલેથી જ ફેવિપિરાવિર ડ્રગ ઈજિપ્ત અને બાંગ્લાદેશને દવાઓની આપૂર્તિ કરી રહ્યા છીએ.

ફાર્મા કંપની હેટેરોએ પણ ફેવિપિરાવીરને ભારતીય બજારમાં ફેવિપિર નામથી લોન્ચ કરી ચૂકી છે. જેની કિંમત 59 રૂપિયા પ્રતિ ટેબ્લેટ છે. ક્લિનિકલ ટ્રાયલમાં તેના સફળ પરિણામો સામે આવ્યા બાદ આ દવાની મંજૂરી આપી છે. આ કંપની એનાથી પહેલા કોરોનાના ઈલાજ માટે કારગર કોવિફોર લોન્ચ કરી ચૂકી છે. જે રેમડેસિવિરનું વર્ઝન છે.

ફાર્મ કંપની લુપિએ ફેપિરાવિર દવાને કોવિહાલ્ટ નામથી લોન્ચ કરી છે. કોવિહાલ્ટમાં દવાની 200 મિગ્રા.ની 10 ગોળીઓની સ્ટ્રિપમાં ઉપલબ્ધ છે. એક ગોળીની કિંમત 49 રૂપિયા અને 10 ગોળીઓની કિંમતની એક સ્ટ્રિપ 490 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પહેલા સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ પણ ફેવિપિરાવિર દવા ને ફલૂગાર્ડ બ્રાન્ડ નામથી ભારતીય બજારમાં ઉતારી ચૂકી છે. જેની એક ગોળીની કિંમત 35 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *