મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈકથી TikTokને થશે 47,000 કરોડનું નુક્સાન

By | July 2, 2020

ભારત અને ચીન વચ્ચેના તણાવમાં ગલવાન ઘાટીમાં 20 જવાનો શાહિદ થયા છે. ભારતે તાજેતરમાં જ ‘ડ્રેગન’ ઉપર ડિજિટલ સ્ટ્રાઈક કરતાં ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેના કારણે ચીનની ચિંતા વધી ગઈ છે. હવે ચીને સ્વીકાર્યું કે, ભારતમાં પ્રતિબંધ થવાથી TikTokની પેરેન્ટ કંપની બાઈટડાન્સને અબજો ડૉલરનું નુક્સાન થઈ શકે છે.

ચીની મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગત મહિને લદ્દાખમાં LAC પર હિંસક ઝડપ બાદ ભારત સરકાર દ્વારા ચીનની 59 એપ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી TikTokની પેરેન્ટ કંપની બાઈટડાન્સને 6 અબજ ડૉલરનું નુક્સાન થઈ શકે છે.

અગાઉ ગ્લોબલ ટાઈમ્સે ચેતવણી આપી હતી કે, આ પ્રતિબંધથી ભારતીય IT પ્રોફેશનલ્સને નુક્સાન થશે. આ સાથે જ બન્ને દેશો વચ્ચે તનાવ વધશે. TikTok અને ShareIT જેવી ગ્લોબલ એપ્સ પર રોક લગાવાથી માત્ર આ કંપનીઓને જ નહીં, પરંતુ કંપનીમાં કામ કરી રહેલા હજારો ભારતીય કર્મચારીઓને પણ બેરોજગાર થશે.

પ્રતિબંધ પહેલા TikTok ભારતમાં ખૂબ જ લોકપ્રિય એપ હતી. આ એપના અંદાજે 20 કરોડ યુઝર્સ હતા, જે આ એપ પર શૉર્ટ વીડિયો અપલોડ કરતા હતા. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ આ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય હેલો, યુસી બ્રાઈઝર, યુસી ન્યૂઝ સહિત વધુ 58 ચાઈનીઝ એપ્સને ભારતમાં બેન કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, ચીની એપ પર પ્રતિબંધ લગાવાયા બાદ ભારતને અમેરિકાનો સાથ મળ્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ચીની એપના ભારતમાં પ્રતિબંધના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ સિવાય પર અમેરિકા સતત અન્ય મુદ્દાઓ પર ચીનને આડેહાથ લેતુ આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *