ભારતમાં કોરોનાવાયરસ થી લડાઈ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ આગળ આવીને જરૂરિયાત મંદોને મદદ માટે PM CARES ફંડમાં પોતાની ક્ષમતા અનુસાર દાન કરે. પીએમની અપીલ પર થોડા સમયમાં જ મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ કોરોના સામે લડવા માટે આ ફંડમાં કરોડો રૂપિયાની રાશિ દાન કરવા લાગ્યા.
જોકે PM કેયર્સ ફંડમાં દાન દેવાનાં મામલામાં સૌથી આગળ ચાઈનીઝ શોર્ટ વિડીયો મેકિંગ tiktok રહી છે. tik tok એ એક કવીઝ ગેમ ‘ખેલોગે આપ, જીતેગા ઇન્ડિયા’ શરૂ કરીને PM કેયર્સ ફંડમાં 30 કરોડ રૂપિયા દાન દેવાની વાત કરી છે. જોકે tiktok ફેબ્રુઆરી મહિનાથી સતત પોતાની એપ દ્વારા લોકોમાં કોરોનાવાયરસ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યું છે. ખુદ સરકારના MyGov અને PIB હેન્ડલ tiktok નો ઉપયોગ કરીને લોકોમાં જાગૃકતા ફેલાવવાનું કામ કરી રહ્યા હતા.
ચીનની સૌથી મોટી મોબાઇલ કંપની શાઓમીએ PM કેયર્સ ફંડમાં ત્રણ દિવસની અંદર કુલ ૧૫ કરોડ રૂપિયાની રાશિ કોરોના સામેની લડાઈમાં દાન કરી છે. જેમાં 10 કરોડ રૂપિયા PM કેયર્સ ફંડ માટે જ્યારે 5 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોના સીએમ કેયર્સ ફંડ માટે દેવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત શાઓમીએ ગીવ ઇન્ડિયા પ્લેટફોર્મ સાથે મળીને 1 કરોડ રૂપિયા ઉઘરાવવા નું લક્ષ્ય રાખ્યું છે તેમજ 20000 હજાર પરિવારો માટે સાબુ સેનેટાઈઝર અને માસ્ક ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરી છે.
આ ઉપરાંત ચીનની ટેલિકોમ કંપની હુઆવે એ પણ પીએમ PM કેયર્સ ફંડમાં ૭ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. આટલું જ નહીં, હવે ભારતીય ઓફિસરોમાં કોરોના શંકાશ્પદોની તપાસ માટે તાપમાન માપવા ના સાધનો આપવાની પણ ભલામણ કરી છે. આ ઉપરાંત Oneplus અને Oppo એ 1-1 કરોડ રૂપિયા PM CARES ફંડમાં દાન કર્યા છે.
Good
Thank You for Comment ….
Like!! Great article post.Really thank you! Really Cool.
Thank You