ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાથી ચીની મીડિયા ને લાગ્યા મરચા

By | June 30, 2020

ચીન સાથે સરહદ વિવાદને કારણે ભારતે ડ્રેગનને પાઠ ભણાવવા માટે વિશ્વની લોકપ્રિય એપ્સમાંની એક ટિકટોક સહિત દેશમાં 59 ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ચાઇનીઝ એપ્લિકેશન બંધ થતાં શી જિનપિંગ એ ભલે અત્યાર સુધી પ્રતિક્રિયા ન આપી હોઇ, પરંતુ ચીનની સરકારી મીડિયા ને ખુબ મરચા લાગ્યા છે. ઉશ્કેરણીજનક પ્રતિક્રિયા આપતા ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે ભારતની તુલના યુ.એસ. સાથે કરતાં કહ્યું છે કે ભારત પણ અમેરિકા ની જેમ ચીની ચીજોનો બહિષ્કાર કરવાના સમાન બહાના શોધી રહ્યો છે. અખબારે આરોપ લગાવ્યો છે કે માલવેર, ટ્રોજન હોર્સ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો તરીકે ચીન તરફથી આવી પ્રતિબંધો લાદવું તે એક ખોટું પગલું હતું.

અખબારના જણાવ્યા પ્રમાણે અમેરિકાએ રાષ્ટ્રવાદની આડમાં ચીનના માલને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. ચીની મીડિયાએ પુનરોચ્ચાર કર્યો છે કે આવા પગલાથી ભારતના અર્થતંત્રને જ નુકસાન થશે. સરકારના આ નિર્ણયની સાથે સોશિયલ મીડિયા પર પણ મીમ્સનો પૂર આવી ગયો છે. ભારતમાં ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવા પર, ટિકટોક ના ભારતના વડા નિખિલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે – “અમે આદેશો સ્વીકારી રહ્યા છીએ અને સરકારી એજન્સીઓને મળી રહ્યા છીએ અને જેથી અમે અમારા જવાબો અને સ્પષ્ટતા આપી શકીએ.”

તેમણે કહ્યું છે કે ટિકટોક ભારતના કાયદાનું સન્માન કરે છે અને ટિકટોકે ભારતના લોકોનો ડેટા ચીની સરકારને કે અન્ય કોઈ દેશની સરકારને મોકલ્યો નથી. જો અમને આવું કરવાનું કેહવામાં આવ્યું હોત તો પણ અમે કર્યું ના હોત. તેમણે વધુમાં કહ્યું કે ટિકકોટે ઇન્ટરનેટને વધુ લોકશાહી બનાવ્યું છે. ટિકટોક 14 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં કલાકારો, વાર્તાકારો, શિક્ષકો સહિત લાખો લોકો છે જેઓ તેમની આજીવિકા પર નિર્ભર છે. કંપનીનો દાવો છે કે આમાંના ઘણા લોકો પ્રથમ વખતના ઇન્ટરનેટ વપરાશકારો છે

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, વપરાશકર્તાઓ સતત તે અંગેના પ્રશ્નો પૂછે છે કે તે કયા પ્રકારનું પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ ક્યારે અસરકારક રહેશે, કારણ કે એપ્લિકેશન હજી પણ કાર્યરત છે. તે હજી પણ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે, તેથી તેને પ્રતિબંધ કેવી રીતે કહી શકાય. ટ્વિટર પર ટોચના 10 ટ્રેંડિંગ હેશટેગ્સ, તે તમામ ચીની એપ્લિકેશનોથી જોડાયેલા છે

  • 1. #TikTok
  • 2. #PUBG
  • 3. #59 Chinese Apps
  • 4. #UC Browser
  • 5. #Government of India
  • 6. #Shareit
  • 7. #DigitalAirStrike
  • 8. #ChineseAppsBlocked
  • 9. #Jayaraj_And_Fenix
  • 10. #CamScanner

બીબીસી અનુસાર ભારત સરકારના આ નિર્ણય અંગે ટિકટોકના પ્રવક્તાએ કહ્યું છે કે ભારત સરકારે 59 એપ્સ પરના પ્રતિબંધ અંગે વચગાળાનો આદેશ આપ્યો છે. બાઇટડાન્સ ટીમના 2000 લોકો ભારતમાં સરકારી નિયમો અનુસાર કાર્ય કરી રહ્યા છે. ભારતની અનેક સરકારી કંપનીઓએ ભારત સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ટિકટોક સાથે સ્પર્ધા કરતી વિડિઓ ચેટ એપ્લિકેશન રોપોસોની માલિકીની કંપની ઇનમોબીએ કહ્યું કે આ પગલું તેના પ્લેટફોર્મ માટે બજારને ખોલશે. તે જ સમયે ભારતીય સોશિયલ નેટવર્ક શેરચેટે પણ સરકારનું આ પગલા નું સ્વાગત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *