CM રૂપાણી સુરતની મુલાકાતે, કોરોનાને નાથવા 100 કરોડની ફાળવણી કરી

By | July 4, 2020

સુરતની મુલાકાતે આવેલા સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યુ કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા દિવસે-દિવસે વધી છે. પરંતુ જુન માસમાં કોરોનાનું સક્રમણ રોકવામાં આપણને સફળતા મળી છે. અધિકારીઓની ટીમ ત્રણ દિવસથી સુરતમાં કોરોનાના કેસની સમીક્ષા કરી રહી છે. આજે ધારાસભ્ય અને સાંસદ સહિત અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. સુરતમાં ધનવંતરી રથ શરૂ કરવામાં આવશે.

100 કરોડના ખર્ચે કીડની અને કેન્સર હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવાશે :-

સુરતની કિડની અને કેન્સર હોસ્પિટલને 100 કરોડનો ખર્ચ કરીને કોરોનાની હોસ્પિટલમાં ફેરવવામાં આવશે. જો સુરતમાં કેસ વધે તો પુરતી સગવડ મળી રહે તે માટે એડવાન્સમાં તૈયારી થશે. કોરોનાના દર્દીઓને સારવાર મળે તેની જવાબદારી સરકારની છે. હોસ્પિટલ બેડ, વેન્ટિલેટર, દવા અને ડોક્ટરની વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં બેડની ઉણપ સર્જાય એવી કોઈ ફરિયાદ ન આવે તેની સરકાર વ્યવસ્થા ગોઠવે છે. સુરતમાં પણ આખું પ્લાનિંગ કરવામાં આવશે.

1 મહિના દિવસમાં કિડની હોસ્પિટલને કાર્યરત કરી દેવામાં આવશે :-

અમે મહિના દિવસમાં કિડની હોસ્પિટલને કાર્યરત કરી દેશું. 6 થી 7 એજન્સીઓને એક સાથે લગાવી દીધી છે. રાજ્ય સરકારની પોલિસી મુજબ ખાનગી હોસ્પિટલો પણ 50 ટકા બેડ સરકારને આપે. જેનો ખર્ચ સરકાર ભોગવશે. સુરતમાં ખાસ કરીને ધનવંતરી રથ, 100થી વધારે અને 500થી વધુ જગ્યાઓએ 1થી 2 કલાક ઊભા રહી લોકોની સારવાર કરે છે. લગભગ 150થી વધુ ઓપીડી એટલે કે 12,000થી વધુ દર્દીઓને દવા આપી શકાય. પેશન્ટ કોરોનાથી સંક્રમિત થઈને ન આવે તે માટે ચલાવ્યા છે. 104 પર ફોન કરી ઓછામાં ઓછા 2 કલાકમાં લોકોની તબિયત તપાસશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *