મંત્રીના પુત્રને MLA નું બોર્ડ કઢાવનાર સુનિતા યાદવના પિતાની ગાડીમાં લખ્યું છે કંઈક આવું

By | July 13, 2020

સુરતમાં રાતે 10 વાગ્યા બાદ કફર્યૂ દરમિયાન ધારાસભ્યના દિકરાના મિત્રો બહાર નિકળ્યા હતા. ત્યારે મહિલા કોન્સ્ટેબલે કાર રોકતા બબાલ થઈ હતી. મિત્રોને અટકાવતા પ્રકાશ કાનાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ અને પ્રકાશ કાનાણી વચ્ચે રકઝક થઇ હતી. આ દરમિયાન સુનિતા યાદવે કુમાર કાનાણીના પુત્ર પાસે પોતાની કારમાંથી ધારાસભ્ય લખેલુ બોર્ડને ઉતારાવ્યું હતું. ત્યારે હવે સુનિતા યાદવનો જ એક ફોટો વાયરલ થયો છે. જેમાં તે અને તેના પિતા વેગેનાર કાર સાથે ઉભા છે. આ કાર પર પોલીસનું બોર્ડ મારેલું દેખાઈ રહ્યું છે.

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પાસે ધારાસભ્ય લખેલુ બોર્ડ ઉતારનાર મહિલા કોન્સ્ટેબલે પિતાની કારમાં પોલીસનું બોર્ડ રાખ્યું હોવાના ફોટા વાયરલ થયા છે. સુનિતા મંત્રીના પુત્ર અને અન્ય લોકોને કાયદાનો પાઠ ભણાવી રહી હતી પરંતુ હવે તે જાતે જ વિવાદમાં આવી છે.

મહત્વનું છે કે, સુરતમાં વરાછા વિસ્તારમાં મહીલા પોલીસ કર્મી સુનીતા યાદવ અને ભાજપના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં પ્રકાશ કાનાણીના મિત્રો અને મહિલા કોન્સ્ટેબલની બબાલનો ઓડિયો અને વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે રવિવારે મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવને નિવેદન માટે પોલીસ કમિશનર કચેરી બોલાવાયા હતા.

કમિશનર કચેરીથી નિકળ્યા બાદ તેઓ મીડિયા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને વાત કરવા લાગ્યા હતા. આ સમયે મિડયાએ કોઇ સવાલ પૂછતા સુનિતા યાદવ ઉશ્કેરાઇ ગયા હતાં. અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ લૉકડાઉન ભંગ મુદ્દે લોકોને ઉઠક-બેઠક કરાનાર સુનિતા યાદવનો વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *