ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોનાનું ઘાતક સ્વરૂપ : કોરોનાની રેસમાં ભારતે US-બ્રાઝિલને પાછળ છોડ્યા

By | August 21, 2020

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હજી 10 દિવસ બાકી છે, એવામાં પહેલા 20 દિવસની અંદર જ 12 લાખથી વધુ કોરોના પોઝિટિવ  કેસ સામે આવ્યા છે. ઓગસ્ટમાં આવેલા કોરોના કેસ કોઈપણ મહિનામાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધુ છે. ગુરુવારે એક જ દિવસમાં 70 હજાર નવા કેસ આવવાથી ભારતની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં કોરોનાની ગતિ વિશ્વમાં સૌથી ઝડપી છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં કોવિડ -19 ના કેસ 20 ઓગસ્ટ સુધીમાં 12,07,539 થઈ ગયા છે. જો આપણે મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો જુલાઇમાં 11 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ઓગસ્ટમાં હજી 10 દિવસ બાકી છે. વિશ્વભરમાં આવતા કોરોના કેસ પર નજર રાખતી વેબસાઇટ, www.worldometers.info અનુસાર, , યુએસમાં 19 ઓગસ્ટ સુધીમાં 9,94,863 કેસ નોંધાયા હતા, જ્યારે બ્રાઝિલમાં 7,94,115 કેસ નોંધાયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થય વિભાગ તરફથી શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 68,898 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 983 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 29,05,824 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાના એક દિવસમાં 9,18,470 ટેસ્ટ કરાયા હતા અને આ સાથે દેશમાં કોવિડ -19 ટેસ્ટની કુલ સંખ્યા 3.26 કરોડને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ દેશમાં કોરોના સંક્રમણનો દર આઠ ટકાથી નીચે ગયો છે.

મહારાષ્ટ્રમાં નોંધાયા સૌથી વધુ કેસ

ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 14,492 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસનો સૌથી મોટો રેકોર્ડ છે. નવા કેસો મળ્યા બાદ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,43,289 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 326 દર્દીઓનાં મોત સાથે, મૃતકોની કુલ સંખ્યા 21,359 થઈ ગઈ છે. ગુરુવારે, 12,243 દર્દીઓ સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં 4,59,124 દર્દીઓ સ્વસ્થ બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *