કોરોના વાયરસ : મૃતદેહની સાથે અમાનવીય વર્તન, ખાડામાં ફેંકાઈ રહ્યા છે

By | July 12, 2020

દેશ્માં જેમ જેમ કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધી રહી છે તેમ તેમ અવ્યવસ્થા પણ સામે આવી રહી છે. કોરોના વાયરસ થી મૃત્યુ પામતા દેહ ની જે વર્તન થાય છે તે વિચલિત કરનારી છે. આવી એક બાબત તેલંગણા સાથે જોડાયેલી છે. અહીંની નિઝામાબાદ સરકારી હોસ્પિટલ માં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને રીક્ષામાં લઇ જવામાં આવ્યો.

આ કેસ માં હોસ્પિટલ ના ડૉક્ટર એન.રાવ કહે છે કે મૃતક ના પરિવારે મૃતદેહ માંગ્યો હતો પરંતુ પરંતુ તેમને એમ્બ્યુલન્સની રાહ જોઈ નહીં અને રિક્ષામાં લઇ ગયા. તમને જણાવી દઈએ કે આ કોઈ પહેલો કેસ નથી, દેશ ના બીજા કેટલાક વિસ્તારમાં આવી બીજી ઘટનાઓ સામે આવી છે.

કર્ણાટકના બેલ્લારીમાં કોરોના ના લીધે મૃત્યુ પામેલા વ્યક્તિને પ્લાસ્ટિકમાં લપેટીને ખાડામાં ફેક્યાંનો કિસ્સો સામે આવ્યો છે. બેલ્લરીના ડેપ્યુટી કમિશનર એસએસ નકુલે કહ્યું કે મૃતદેહ ની અંતિમ ક્રિયા માં પ્રોટોકોલ નું પાલન કર્યું છે પરંતુ “માનવીય” બાબતોને નજરઅંદાજ કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશમાં 72 વર્ષના કોરોના સંક્રમિત વૃદ્ધના મૃતદેહને તેમના ઘરેથી સ્મશાન સુધી એક જેસીબી માં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ ને વિપક્ષે હોબાળો મચાવ્યો ત્યારબાદ રાજકારણ ગરમાયુ.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી 160 કિલોમીટર દૂર બલરામપુર જિલ્લાની નગરપાલિકાએ મૃતદેહની સાથે આસમ્માનજનક વ્યવહાર કર્યો છે.

પુડ્ડુચેરીમાં કોરોના સંક્રમિત વ્યક્તિના મૃતદેહની સાથે બદસલૂકીનો મામલો સામે આવ્યો છે.સરકારી કર્મચારીનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ મૃતદેહને એક ખાડામાં ફેક્ટ જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *