સુરત માટે ખુશીના સમાચાર, કોરોના કહેરની રફ્તાર પડી ધીમી

By | August 7, 2020

સુરત જિલ્લામાં ગુરુવારે કોરોનાં મહામારીથી 4નાં મોત થયા છે. સાથે 45 કોરોનાં પોઝીટીવ કેસ નોઘાયાં હતા. સુરતમાં કોરોના વાયરસ કાબૂમાં આવી રહ્યો હોવાના અણસાર મળતા તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો છે. સુરતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ તેમજ તેનાથી થતા મોતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, સુરતની તમામ કોવિડ હોસ્પિટલોમાંથી દર્દીઓના ડિસ્ચાર્જના રેસિયોમાં પણ વધારો નોંધાયો છે.

સુરતમાં છેલ્લા બે દિવસના કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા, મોતના આંકડા અને ડિસ્ચાર્જ રેટ જોઈને શહેરમાં કોરોના વાયરસ કાબૂમાં આવી રહ્યો હોવાની પ્રતીતિ થાય છે.

આમ છેલ્લા 24 કલાકમાં શહેર અને જીલ્લા વિસ્તારના 237 દર્દીઓનો નોંધાય હતા અને 6 દર્દીના મોત થયા હતા. જયારે આજે શહેરી વિસ્તારના 263 દર્દીઓ અને જીલ્લા વિસ્તારના 87 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર-જીલ્લાના 10671 દર્દીઓ કોરોનાથી સક્રમિત થયા બાદ તેઓ મુકત થયા છે.

કોરોના કેસમાં દર્દીઓને શ્વસનતંત્રની બીમારીના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એક સમયે રોજના 1000 ARIના કેસો મળતા હતા, તે હવે 400 જેટલા દિવસના મળે છે. કોરોનામાં રેપીડ ટેસ્ટ વધ્યા બાદ કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઘટી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં બુધવારે કોરોનાં મોતમાં એક દિવસની રાહત બાદ ગુરુવારે ફરીથી જીલ્લામાં કોરોનાં મહામારીથી 4નાં મોત થયા છે. સાથે 45 કોરોનાં પોઝીટીવ કેસ નોઘાયાં હતા. જે પૈકી કામરેજ તાલુકામાં આજે માત્ર 5 કોરોનાં દર્દી નોઘાઇ છે. જયારે એક દીવસની રાહતનાં અંતે આજે કામરેજનાં નવાગામમાં 90 વર્ષીય મહીલનો કોરોનાંએ ભોગ લીઘો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *