ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં લુખ્ખાઓ બન્યા બેફામ

By | August 16, 2020

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. સવાર પડેને હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે શહેરના વટવા વિસ્તારમાં તો કાયદા નિર્ભીક થઈને પાંચ જેટલા અસામાજિક તત્વો ખુલ્લેઆમ તલવાર, છરી અને ધોકા લઈને નીકળ્યા હતા. આમ કરવા પાછળ તેમનો હેતુ માત્ર ને માત્ર લોકોમાં પોતાનો રોફ જમાવવાનો હતો. પોતે દાદા હોવાનો અહેસાસ કરાવવા માટે આરોપીઓએ વટવા સૈયદ વાડીમાં પાર્ક કરેલા વાહનો અને ઘરોમાં તલવાર અને ધોકા વડે તોડફોડ કરી હતી.

આ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર છે. એવામાં ગૃહમંત્રીના જ વિસ્તારમાં જ અસામાજિક તત્વોએ તલવાર અને ધોકા વડે દુકાનો બંધ કરાવી હતી. સીસીટીવીના આધારે આરોપીઓને પોલીસે ઓળખી પાડ્યા છે. આ તમામ આરોપીઓ સૈયદ વાડીમાં જ રહેતા શાહરુખ, જનાબ, પરવેઝ, શાબાઝએ લોકોમા ધાક જમાવવા માટે આ પ્રકારનો આતંક મચાવ્યો હતો. જેને લઈને વટવા પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યા છે અને એક આરોપી જનાબની ધપરકડ કરી છે.

અમદાવાદ શહેરમાં ક્યાંય જાહેરમાં હત્યા થઈ રહી છે. તો ક્યાંક હત્યાના બાનાવો બની રહ્યા છે અને આ જોતા સ્પષ્ટ થાય છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો. અહિં તમને જણાવી દઇએ કે, ગત 48 કલાકમાં જ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં 5 જેટલા હત્યાના બનાવ બની ચૂક્યા છે.

અમદાવાદમાં અનલોકનાં તબક્કા બાદ ક્રાઈમગ્રાફ સતત ઉંચો આવી રહ્યો છે. અને અમદાવાદમાં લુખ્ખાઓને પોલીસની કોઈ બીક જ હોઈ તેવી ઘટનાઓ સામે આવી રહી છે. હજુ તો ગઈકાલે વટવા વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા તલવાર વડે આતંક મચાવવાની ઘટના તાજી જ છે, ત્યાં અમદાવાદના વાડજ વિસ્તાર અને મેઘાણીનગર વિસ્તારમાં લુખ્ખાઓની દાદાગીરીનાં ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *