કોરોના મામલે સુરતની સ્થિતિ ગંભીર : જુલાઈમાં દરરોજ 200 કરતા વધુ કેસ નોંધાયા

By | July 7, 2020

ગુજરાતમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. રાજ્યમાં દરેક જિલ્લાઓ કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં કોરોના સંક્ર્મણ હવે અમદાવાદ પૂરતું માર્યાદિત રહ્યું નથી, પરંતુ સુરત, બનાસકાંઠા અને વડોદરા પણ નવા હોટસ્પોટ બન્યા છે. સુરતમાં જુલાઈ મહિનામાં અમદાવાદથી પણ વધારે નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 6 દિવસથી સતત 200 પ્લસ કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોના સંક્રમણનો આંક 6209 ને પાર થયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 241 પોઝીટીવ કેસ આવ્યા છે. ગઈ કાલે પણ સુરતમાં 254 નવા પોઝીટીવ કેસ આવ્યા હતા. સુરતમાં 1870થી વધારે એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 4 હજાર જેટલા લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 4215 જેટલા નવા પોઝીટીવ કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતના છે. સુરતમાં છેલ્લા 6 દિવસમાં 1380 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરતમાં હિરા અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં સંક્રમણ ફેલાતા નવા કેસો વધી રહ્યા છે.

છેલ્લા 3 દિવસોમાં 700 થી પણ વધુ કેસ

રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કોરોના સંક્રમણના 700થી વધારે નવા પોઝીટીવ કેસ આવી રહ્યા છે. રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ નવા પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો સતત છઠ્ઠા દિવસે રેકોર્ડબ્રેક નવો આંક, ત્રણ દિવસથી 700 પ્લસ સાથે 37 હજારની નજીક પહોંચી ગયો છે. કોરોના માટે જુલાઈ નવા રેકોર્ડનો મહિનો બની રહ્યો હોય તેમ સતત છઠ્ઠા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા આંક આવ્યા છે. આજે વધુ 735 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 36858 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં નવા વધતા કેસો સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં એક્ટિવ કેસ 8573થી વધારે છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે 1962 લોકોના મોત નીપજ્યાં છે.

છેલ્લા 6 દિવસમાં 4215થી વધુ લોકો સંક્રમિત અને 114 લોકોના મૃત્યુ

રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 4215 નવા કેસ નોંધાયા છે. તો 6 દિવસમાં 114 લોકોના કોરોનાને કારણે મોત પણ નિપજ્યા છે. અમદાવાદમાં કોરોના મહામારીના આજે વધુ 183 નવા કેસ આવ્યા છે. જ્યારે વધુ 7 લોકોના મોત થતાં અમદાવાદમાં અત્યાર સુધી મહામારીનો આંક 22075 ને પાર થયો છે. જ્યારે મોતનો આંક 1500 નજીક પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોનાને કારણે 1495 લોકોના જીવ ગયા છે. સુરતમાં મહામારીનો આંક 6 હજારને પાર થયો છે. વડોદરામાં પણ કોરોના મહામારથી 2,600થી વધુ લોકો સંક્રમિત થયા છે. ગાંધીનગરમાં પણ 719થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *