ચા વાળાની દીકરીએ પોતાની મહેનતના બળે ભારતીય વાયુ સેનામાં ટોચનું સ્થાન મેળવ્યું

By | June 24, 2020

મધ્ય પ્રદેશના નાના ગામ નીમચ માં ચા વેચતા એક વ્યક્તિની પુત્રીએ ભારતીય વાયુ સેનાની એકેડેમીમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે. 23 વર્ષની આંચલ ગંગવાલે ઈન્ડિયન એરફોર્સ એકેડેમીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પોતાની પુત્રીને ટીવી પર ઇનામ લેતા અને ગણવેશમાં જોતા પિતાની આંખો આનંદથી લહેરાઈ રહી હતી. તે આ સન્માન હૈદરાબાદની ભારતીય વાયુસેના એકેડમીમાં યોજાયેલ પરેડમાં મેળવ્યું હતું.

એક ચા વાળા ની છોકરી એ પોતાની મેહનત થી આ પદ મેળવ્યું છે. આ વાત પર આચલ નું કેહવુ છે કે મારા પિતાની મેહનત થી મને આ સફળતા મળી છે. તેમણે પોતાની આખી જિંદગી તેમના છોકરાઓને ભણાવવામાં અને કાબિલ બનાવવામાં લગાવી દીધી. આંચલ ને બે બહેન અને એક ભાઈ છે. તેમનું સપનું હંમેશાથી સેના માં જવાનું હતું અને આજે આ સપનું પૂરું થયું.

આંચલના માતા-પિતા કોરોનાને કારણે લોકડાઉન લાગુ થવાથી હૈદરાબાદ ન જઇ શક્યા. પરંતુ ટીવી પર પુત્રીનો પદવીદાન સમારોહ જોઈને બંને ખૂબ જ ખુશ છે. ફ્લાઈંગ ઓફિસર બનેલી આંચલે તેના ગામની એક સરકારી કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સ પૂરું કર્યું. જે બાદ તે મધ્યપ્રદેશ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટમાં જોડણી. આ પછી, તેણી આઠ મહિના માટે લેબર ઈન્સ્પેક્ટરની પોસ્ટમાં પણ રહી હતી. ત્યારબાદ તે ભારતીય વાયુસેના એકેડમીમાં જોડાયો. આંચલ કહે છે કે પિતાએ હંમેશાં અમારા સપના પૂરા કરવામાં અમારી મદદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *