રત્નકલાકારો માટે રૂ. 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠી, મૃત્યુ પામનારને 5 લાખ આપવા રજૂઆત

By | July 14, 2020

લાંબા સમયથી રત્નકલાકાર માટે ચિંતા વ્યક્ત કરતાં ડાયમંડ વર્કર યુનયિન દ્વારા જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને આર્થિક પેકેજ જાહેર કરવા રજૂઆત કરી ચૂક્યું છે. ત્યારે સોમવારે તા.૧૩મી જુલાઇએ રત્નકલાકાર વિકાસ સંઘના આગેવાનોએ પણ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કોરોનામાં મૃત્યુ પામનાર રત્નકલાકાર પરિવારને પણ આર્થિક સહાય કરવા માટેની તેમજ કોરોનાના કારણે આર્થિક રીતે સંકટમાં મુકાયેલા કારીગરો માટે અલગથી આર્થિક પેકેજ જાહેર વધે કરવા ૨જુમાત કરી છે.

સોમવારે જિલ્લા કલેકટરને રત્નકલાકાર વિકાસ સંઘ અને રત્નકલાકાર વેલફેર ટ્રસ્ટના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે. આ અંગે સંઘના પ્રમુખ જયસુખ ગજેરા જણાવે છે કે, ઓચિંતા લોકડાઉનના કારણે રત્નકલાકારની સ્થિતિ કફોડી બની છે, એવામાં ફરી મંગળવારથી એક એઠવાડિયા માટે કહીરા બજાર અને કારખાનાઓ બંધ થઇ રહ્યા છે. ત્યારે સુરતમાં રહીને ખર્ચ વધે તેના કરતાં ઘણા રત્નકલાકાર પોતાની રીતે વતન ઉપડી રહ્યા છે. ઘણાં રત્નકલાકાર એવા પણ છે કે જેઓ વતન જઇ શકે તેમ નથી. આવા કારીગરોને આર્થિક રીતે સહાય મળે તે માટે સરકાર રૂ.1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરે તેવી અમારી રજૂઆત છે. આ સાથે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારાઓના પરિવારને સરકાર રૂ.પ લાખ આપી શકતી હોઇ તો રવક્તાકાર તો સરકારનેરેવેન્યુ જનરેશાનમાં મદદરૂપ થાય છે, ત્યારે કોરોનામાં મૃત્યુ પામનારા ૨નકલાકારોના પરિવારને પણ આર્થિક સહાય આપવી જોઈએ.

કઈ માગણી થઈ

  • રત્નકલાકાર પાસેથી દર મહિને વ્યવસાય વેરા પેટે રૂ.200ની વસુલાત કરવામાં આવે છે, જેની સામે રત્નકલાકારો માટે રૂ.1000 કરોડનું પેકેજ જાહેર કરો
  • લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારની જેમ કોરોનાના મૃત્યુ પામનાર રત્નકલાકારને પણ રૂ.૫ લાખની સહાય આપવાની માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *