દિવ્યાંગજનો માટે 24 કલાક ફ્રી સેવા આપે છે સુરતનો આ જીંદાદીલ રિક્ષાવાળો

By | November 20, 2020

આમ તો રિક્ષાની વાત આવે એટલો લોકને આડેધડ ભાડા લેતા રિક્ષાચાલકો જ તેમની નજરમાં આવતા હોય છે. પરંતુ સુરત શહેરમાં એક રિક્ષાચાલક જીંદાદીલ છે જે છેલ્લા 12 વર્ષથી આ રિક્ષાચાલક દવાખાના માટે જતા તમામ લોકોને ફ્રીમાં સેવા આપે છે. સાથે સાથે દિવ્યાંગજનોને પણ તેઓ ફ્રીમાં સેવા આપે છે.

 

જીંદાદીલ રિક્ષાવાળો ગરીબોની કરે છે સેવા
જરૂરિયાતમંદો માટે ફ્રી સર્વિસ
દવાખાનાના કામ માટે નથી લેતો ભાડું

સુરતના વીરભદ્રસિંહ ઝાલા નામના રિક્ષાચાલકે પોતાની રિક્ષા પાછળ લખ્યુ છે કે દવાખાના માટે અંધ અને અપંગ વ્યક્તિ માટે 24 કલાક ફ્રી સેવા. વીરભદ્રસિંહ ઝાલા છેલ્લા 15 વર્ષથી રિક્ષા ચલાવી પોતાનુ ગુજરાન ચલાવે છે, રિક્ષા ચલાવતા ચલાવતા અનેક મુસાફરો સાથે મુલાકાત થઇ અને મુસાફરોની પરિસ્થિતિ પણ જાણી. એક દિવસ માતા-પિતાએ તેને લોકોની સેવા કરવા માટેની વાત કહી અને પછી તેણે આ પ્રકારની સેવા કરવાની શરૂઆત કરી હતી.

વીરભદ્રસિંહને દિવસમાં 3થી 4 જેટલા કોલ આવે છે અને તે લોકોને ફ્રીમાં સેવા આપે છે. આ રિક્ષા ચાલકની સેવા લેનારા વ્યક્તિ અશ્વિન વિરાણી અમને અનાયાસે ભેગા થઇ ગયા હતા અને રિક્ષાચાલકની વાતો થઇ હતી. તેમણે VTVને જણાવ્યું હતું કે રિક્ષાચાલકને જ્યારે પણ સેવા અર્થે ફોન કરીએ ત્યારે તે તાત્કાલિક પહોંચવાનો પ્રયત્ન કરે છે અને સેવા કર્યા બાદ કોઇપણ રૂપિયા લીધા વગર તે ત્યાંથી રવાના થઇ જતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *