કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ કહેનાર રત્નકલાકારનું સ્મીમેરમાં કોરોનાથી મોત

By | July 25, 2020

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત રત્નકલાકારને સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કરનાર રત્નકલાકારનું કોરોનાથી મોત થયું છે. રત્નકલાકારના કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ શબ્દો સાચા ઠર્યા છે. હોસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસે કહેલા શબ્દોના ચોથા દિવસે સાચા પડ્યા બાદ કોરોનાથી મૃત્યુ થયું છે.

પત્ની અને સંતાનો ને પણ મળી નથી શક્યા
પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહેતા હતા. મૂળ અમરેલી બોરડી ગામના વતની હતા અને સુરતમાં હીરા ઘસી ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની અને એક દીકરો-દીકરી વતનમાં હતા. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરતા હતા.

વીડિયોમાં આપવીતી વર્ણવી હતી
હું સ્મીમેર હોસ્પિટલમાં છું અહીંયા કોઈ પ્રકારની સુવિધા મળતી નથી. પ્રશાસન દ્વારા જાણ કરે તો ફોટો પાડી જાય અને વીડિયો ઉતારી શું તકલીફ છે એ જાણ કરજો એવા પ્રલોભનો આશ્વાસનો આપી જાય છે. આજે હું ત્રણ ચાર દિવસથી સતત એમ જ પડ્યો છું કોઈ સંભાળ લેતું નથી ફક્ત આશ્વાસન આપી ચાલ્યા જાય છે. વહેલામાં વહેલી તકે મને અહીથી ઉગારો નહી તો હું મરી જઈશ મારી બે હાથ જોડી વિનંતી છે. ભુંગળા લઈ લઈને આવી જાય વીડિયો ગ્રાફી કરવા, એ સાહેબ આ બાજુ જોવો તો…તમે કેટલી વાર આવો છો.. હલ્લો.. એ સાહેબ.. જતા રહ્યા જોયું કોઈએ ન જોયું શુટીંગ કરતા કરતા જતા રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *