આ દવાની અડધી ચમચી જીભની અંદર અને કોરોના છૂમંતર, ભાવનગરના તબીબનો ચોંકાવનારો દાવો

By | August 26, 2020

ભારત અને ખાસ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. હજુ તો કોરોના વાયરસની વેક્સિન પણ નથી મળી. આ દરમિયાન કોરોનાની દવા પર ખૂબ સંશોધન થઈ રહ્યુ છે. ત્યારે રાજ્યના ભાવનગરમાં એક દવાનો ઉપયોગ કરીને જાણીતા તબીબે ઘણાં દર્દીઓને સાજા કર્યા છે. ભાવનગરના જાણીતા તબીબ ડૉ. દિલીપ ગોળવલકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે આ દવાના પ્રયોગથી 1000 કરતા વધુ દર્દીઓ સાજા કર્યા છે.

ડૉક્ટર ગોળવલકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘વર્ષોથી આ દવા માર્કેટમાં ઉપલબ્ધ છે. તેના ઇન્જેક્શન પણ બજારમાં ઉપલબ્જ છે. બીજા વિશ્વ યુદ્ધ પહેલાંથી આ દવા વપરાશમાં છે. મેં નવો ઉપયોગ શોધ્યો છે. હું 12 વર્ષથી આ દવાનો ઉપયોગ કરું છું. મેં ટીબીમાં આ દવાનો પ્રયોગ કર્યો ત્યારે તેમાં સકારાત્મક ઉપયોગ કર્યો.’

કોરોનાનો વાયરસ પ્રથમ નાક-કાન અને ગળામાંથી શરીરમાં પ્રવેશે છે. બે દિવસ એ ગળામાં રહે છે. પછી તેની સંખ્યા વધ્યા પછી તે શ્વાસ નળીમાં ઉતરે છે. પછી લોહીમાં જાય. બધા દર્દીને એક જ ફરિયાદ હોય કે ભૂખ નથી લાગતી, શ્વાસ બંધ થઈ ગયો. વાયરસ અંદર ગયા પછી તાવ આવે અને ઊધરસ આવે. ગળામાંથી ઊધરસ શ્વાસમાં ઉતરે છે. આ દવા મીથેલીન બ્લુ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. 

દવા કેવી રીતે કરે છે કામ?

ડૉ. ગોળવલકરે જણાવ્યું કે આ દવા જીભ નીચે મૂકો તો સીધુ બ્લડમાં મળે છે. આ દવા જીભ નીચે મુકવાથી લોહીમાં જે વાયરસ ભળી ગયો હોય તેને પણ મારે છે. મીથેલીન બ્લૂ ત્રણે લેવલમાં કામ કરે છે. જે નુકશાન થતું હોય તેને અટકાવવાનું કામ કરે છે. મેં તો ફક્ત તેનો નવો ઉપયોગ શોધ્યો છે.

સંબંધીઓ પર પણ કર્યો પ્રયોગ

મેં મારા સંબંધીઓને મિત્રોને આ દવા આપી છે. મેં મારા ક્લિનિકમાં PPE કીટ પહેર્યા વગર આ દવાના જોરે કામ કર્યુ છે. મેં જેટલા લોકોને આ દવા આપી છે, તેમાંથી કોઈને વાયરસની આડઅસર થઈ નથી.

કોઈ આડ અસર થઇ?

આ દવાની આડઅસરમાં તો એલુ કહીશ કે હું પોતે તેનો વર્ષોથી પ્રયોગ કરું છું. અતિગંભીર દર્દીઓ પણ સાજા થયા છે. અમુક દર્દીની ફરિયાદ હતી નાકમાં બળતરા થઈ અને કેટલાક દર્દીઓને ગ્રીન યૂરીન આવ્યું પણ છતાં તેમને અન્ય કોઈ આડઅસર થઈ નથી.

મીડિયા અહેવાલ મુજબ ડૉ. ગોળવલકરે મીથનીલ બ્લૂ અંગે એક પેપર બહાર પાડ્યું હતું. આ પેપર વિશે રશિયાના ડૉકટરને માહિતી મળતા. તેમણે 45 દર્દીઓ પર પ્રયોગ કર્યો અને સફળ રહ્યા હોવાનો દાવો છે. આ દવા પર વધુ સંશોધન કરવા માટે રશિયન ડૉક્ટરે તેમને આમંત્રણ મળ્યા છે.

એક્સપર્ટ શું માને છે ?

આ દવાના પ્રયોગ વિશે અમે એક્સપર્ટ સાથે વાતચીત કરી માહિતી લીધી હતી. વડોદરા ગોત્રી કોવિડ હૉસ્પિટલના ડેઝિગનેટેડ કોવિડ નોડલ ઑફિસર ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ફક્ત મિથેનીલ બ્લૂનો પ્રયોગ કરવાથી ધાર્યા પરિણામ મળી શકે નહીં એટલે તેનો આડેધડ ઉપયોગ ન કરવો જોઈએ. કદાચ કોરોનાનો ચેપ ન લાગ્યો એવા દર્દીઓ માટે અસરકારક હોઈ શકે પરંતુ કોરોનાનો ચેપ લાગી ગયો હોય તેવા દર્દીઓનો D6 રિપોર્ટ કર્યા વગર આપી શકાય નહીં. ઉપરાંત જો ડ્રગનું કોઈને સારૂં પરિણામ મળ્યું હોય તો મેડિકલ સાયન્સ સામે તેના રેન્ડમ પ્રયોગના પુરાવા મૂકીને તેનો વધુ સારો ઉપયોગ થાય તેવો પ્રયાસ પણ કરવો જોઈએ. હાલમાં મિથેનીલ બ્લુ વિશ્વમાં પણ જુદા જુદા તબક્કામાં ટ્રાયલ હેઠળ છે એ પણ એક સત્ય વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *